GSTV
Cricket Sports Trending

વેસ્ટ ઇન્ડિઝનો મજબૂત અને સાવચેતીપૂર્વકનો અભિગમ, હજી ફોલોઓનનું જોખમ

વેસ્ટ ઇન્ડિઝ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલમાં સિરીઝની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે જેમાં કેન વિલિયમ્સને શાનદાર 251 રન ફટકારતાં ન્યૂઝીલેન્ડે 519 રનનો જંગી સ્કોર ખડકીને દાવ ડિકલેર કરી દીધો હતો. કિવિ ટીમના આ મજબૂત સ્કોર સામે વેસ્ટ ઇન્ડિઝે પણ મક્કમ પ્રારંભ કર્યો હતો અને બીજા દિવસની રમતના અંત સુધીમાં વિના વિકેટે 49 રન નોંધાવી દીધા હતા.

વેસ્ટ ઇન્ડિઝની મજબૂત પકડ

સૌથી મહત્વની બાબત એ રહી હતી કે બીજા દિવસે 26 ઓવરની રમત દરમિયાન વેસ્ટ ઇન્ડિઝે એક પણ વિકેટ ગુમાવી ન હતી.  બીજા દિવસની રમતને અંતે ક્રેગ બ્રાથવેટ 20 અને જ્હોન કેમ્પબેલ 22 રન સાથે રમતમાં હતા.

કેન વિલિયમ્સનની બેવડી સદી

અગાઉ ન્યૂઝીલેન્ડે બે વિકેટે 243 રનના સ્કોરથી તેની ઇનિંગ્સ આગળ ધપાવી ત્યારે 97 રન સાથે રમી રહેલા કેપ્ટન કેન વિલિયમ્સને તેની સદી તો પૂરી કરી હતી પરંતુ બેવડી સદી નોંધાવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં વિલિયમ્સનની  આ ત્રીજી બેવડી સદી હતી અને 22મી સદી હતી. એક કેપ્ટન તરીકે પણ વિલિયમ્સને પાંચમો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો.

ટોમ લાથમના 86 રન

વિલિયમ્સને 412 બોલ રમીને 34 ચોગ્ગા અને બે સિક્સર સાથે 251 રન ફટકાર્યા હતા. અગાઉ ટોમ લાથમે 86 રન ફટકાર્યા હતા પરંતુ તે ગુરુવારે જ આઉટ થઈ ગયો હતો જ્યારે શુક્કવારે વિલિયમ્સને એકલા હાથે જ બેટિંગ કરીને ટીમનો સ્કોર 500ને પાર કરાવ્યો હતો. વિલિયમ્સનની વિકેટ પડ્યા બાદ જેમિસને 64 બોલમાં અણનમ 51 રન ફટકાર્યા હતા જેમાં પાંચ બાઉન્ડ્રી અને બે સિક્સરનો સમાવેશ થતો હતો.

વેસ્ટ ઇન્ડિઝ બોલરની ધીમી છતાં મજબૂત પકડ

વેસ્ટ ઇન્ડિઝ માટે શેનોન ગેબ્રિયલે 89 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી તો કિમર રોચે 114 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. આ ઉપરાંત રોસ્ટન ચેઝ 109 રન આપવા છતાં એકેય વિકેટ લઈ શક્યો ન હતો તો અલઝારી જોસેફે 99 રન આપીને વિલિયમ્સનની મહત્વની એક વિકેટ ખેરવી હતી.

કેપ્ટન તરીકે વિલિયમ્સનની સિદ્ધિ

કેન વિલિયમ્સને શુક્રવારે તેની કરિયરની 22મી સદી ફટકારી હતી. કેપ્ટન તરીકે આ તેની નવમી સદી હતી. જે ન્યૂઝીલેન્ડ માટે નવો રેકોર્ડ છે. અગાઉ સ્ટિફન ફલેમિંગે આઠ અને બ્રેન્ડન મેક્કુલમે છ સદી કેપ્ટન ફટકારી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ગરમીથી બચવાનો આ પ્રકારનો જુગાડ નહીં જોયો હોય તમે! વીડિયો જોતા જ લોટપોટ થઈ જશો

Siddhi Sheth

રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર

Siddhi Sheth

નવી એરલાઇન ફ્લાય 91નો ફર્સ્ટ લુક જાહેર, શિયાળામાં પ્રથમ ફ્લાઈટ ઉડશે

Vushank Shukla
GSTV