GSTV

ન્યૂઝીલેન્ડના પ્રવાસે જનારી વેસ્ટ ઇન્ડિઝની ટીમમાંથી શાઈ હોપને પડતો મુકાયો, આ બે દિગ્ગજોને સ્થાન અપાયું

વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમ નવેમ્બર  અને ડિસેમ્બરમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે જનારી છે. કોરોના વાયરસ બાદ સમગ્ર વિશ્વમાં ક્રિકેટ થંભી ગયું હતું ત્યારે કેરેબિયન ટીમે જ પહેલી વાર ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો અને સમગ્ર દુનિયાને ખાતરી અપાવી હતી કે ક્રિકેટ રમી શકાય છે અને તેમાં કોઈ જોખમ નથી. હવે કેરેબિયન ટીમ આવતા મહિને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. આ પ્રવાસમાં ટીમ ત્રણ ટેસ્ટ અને ત્રણ ટી20 મેચ રમનારી છે.

ઝડપી બોલર કિમ પૌલને સ્થાન આપવામાં આવ્યું

ટેસ્ટ સિરીઝ માટેની ટીમમાં ડાબોડી બેટ્સમેન ડેરેન બ્રાવો તથા શિમરોન હેતમાયર તથા ઝડપી બોલર કિમ પૌલને સ્થાન આપવામાં આવ્યું છે.  જોકે કેરેબિયન ટીમ છેલ્લે રમેલી ટેસ્ટ સિરીઝમાંથી શાઈ હોપને બાકાત કરી દેવામાં આવ્યો છે. ડેરેન બ્રાવોનો સર્વોચ્ચ સ્કોર 218 રનનો છે જે તેણે 2013માં કિવિ પ્રવાસ દરમિયાન ડિસેમ્બરમાં રમાયેલી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ફટકાર્યા હતા. આ ઉપરાંત તે એક વાર 195 રન પણ ફટકારી ચૂક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે આઠ સદી ફટકારી છે.

ડેરેન બ્રાવોએ છેલ્લા ત્રણેક વર્ષથી ફોર્મ ગુમાવી દીધું

34 ટેસ્ટ રમી ચૂકેલા ડેરેન બ્રાવોએ છેલ્લા ત્રણેક વર્ષથી ફોર્મ ગુમાવી દીધું છે. 2017 બાદ તે માત્ર 19.48ની સરેરાશથી બેટિંગ કરી શક્યો છે. તેમાં ય ફેબ્રુઆરી 2019 બાદ તો તેની સરેરાશ 14.45 થઈ ગઈ છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ 27મી નવેમ્બરથી ટી20 સિરીઝ રમશે અને ત્યાર બાદ ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે. ત્રીજી ડિસેમ્બરથી હેમિલ્ટનમાં અને 11મી ડિસેમ્બરથી વેલિંગ્ટનમાં ટેસ્ટ મેચનો પ્રારંભ થશે.

ટેસ્ટ ટીમ 

જેસન હોલ્ડર (સુકાની), જેરેમાઇન બ્લેકવૂડ, ક્રેગ બ્રાથવેટ, ડેરેન બ્રાવો, બ્રુક્સ, જ્હોન કેમ્પબેલ, રોસ્ટન ચેઝ, રકીમ કોર્નવોલ, શેન ડાઉરિચ, શએનન ગેબ્રિયલ, શિમરોન હેતમાયર, કેમર હોલ્ડર, અલઝારી જોસેફ અને કિમો પૌલ.

ટી20 ટીમ

કેઇરોન પોલાર્ડ (સુકાની), ફેબિયન એલન, ડ્વેઇન બ્રાવો, શેલ્ડન કોટ્રેલ, આન્દ્રે ફ્લેચર, શિમરોન હેતમાયર, બ્રેન્ડન કિંગ, કાયલ મારર્સ, રોવમેન પોવેલ, કિમો પૌલ, નિકોલસ પૂરન, ઓશાને થોમસ, હેડન વોલ્શ, કેસરિક વિલિયમ્સ.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

શિખર ધવનની વધુ સિદ્ધિ: સતત 2 મેચમાં ફટકારી સદી, 471 રન સાથે બીજા ક્રમે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!