GSTV
Home » News » વિન્ડિઝે ઝિમ્બાબ્વેને પ્રથમ ટેસ્ટમાં 117 રનથી હરાવ્યું

વિન્ડિઝે ઝિમ્બાબ્વેને પ્રથમ ટેસ્ટમાં 117 રનથી હરાવ્યું

લેગ સ્પિનર દેવેન્દ્ર બિશૂની શાનદાર બોલિંગની મદદથી વેસ્ટઇન્ડિઝે ઝિમ્બાબ્વેને પ્રથમ ટેસ્ટમાં 117 રનથી હાર આપી હતી. આ જીત સાથે વેસ્ટઇન્ડિઝે બે ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની સરસાઇ હાંસલ કરી છે.

વેસ્ટઇન્ડિઝે બીજી ઇનિંગ્સમાં 373 રન બનાવી ઝિમ્બાબ્વે સામે 434 રનનો મુશ્કેલ લક્ષ્ય રાખ્યો હતો. જો કે, ઝિમ્બ્બાવેએ લડાયક બેટિંગ કરતા સારો પ્રયાસ કર્યો હતો. પરંતુ, આખરે તેમની ટીમ મેચના ચોથા દિવસે જ રમત પૂરી થવાના થોડા સમય પહેલા 316 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. હેમિલ્ટન માસ્કાદજા(57 રન) અને સોલોમન માઇર(47 રન) વચ્ચે પ્રથમ વિકેટ માટે 99 રનની ભાગીદારી થઇ હતી. ત્યાર બાદ બ્રૈડન ટેલરે મોરચો સંભાળતા 73 રનની ઇનિંગ્સ રમી હતી. આ ઉપરાંત સિકંદર રઝાએ પણ 30 રન જ્યારે ક્રિસ મોફએ 33 રનનું યોગદાન આપ્યું હતું.

પ્રથમ ઇનિંગ્સમાં 79 રન આપી 5 વિકેટ લેનાર બિશૂએ બીજી ઇનિંગ્સમાં પણ 105 રન આપી 4 વિકેટ લીધી હતી. તેના આ શાનદાર દેખાવ બદલ તેને મેન ઓફ ધ મેચનો પુરસ્કાર અપાયો હતો. આ પહેલા વિન્ડિઝે પ્રથમ ઇનિંગ્સમાં 219 રન બનાવ્યા હતા. જ્યારે ઝિમ્બાબ્વેએ 159 રન બનાવ્યા હતા.

Related posts

ટેસ્ટ ટીમની જાહેરાત પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સૌથી અનુભવી બોલર થયો ઈજાગ્રસ્ત

pratik shah

NCAમાં ટ્રેનિંગ લેશે ટીમ ઈન્ડિયાનો આ ઘાતક ઓલરાઉન્ડર, પૂર્વ ક્રિકેટરની ટીમ રાખશે બાજ નજર

pratik shah

ICC ODI રેન્કિંગમાં ભારતીય ટીમનો દબદબો, કોહલી અને રોહિતે ઓસ્ટ્રેલિયાને પછાડી પોતાનું સ્થાન જાળવ્યું

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!