GSTV

દિલ્હી બાદ હવે આ રાજ્યમાં મળશે 75 યુનિટ સુધી વીજળી ફ્રી, મમતા સરકારે કરી જાહેરાત

પશ્ચિમ બંગાળની મમતા સરકારે આજે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ખાસ વાત એ છે કે પશ્ચિમ બંગાળની સરકારે ત્રિમાસિક ધોરણે 75 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં નિશુલ્ક વીજળી યોજના ચર્ચામાં રહી છે. દેશની રાજધાનીમાં દર મહિને 200 યુનિટ સુધી વીજળીના ઉપયોગ પર કોઈ ચાર્જ લાગતો નથી.

બજેટમાં શું ખાસ છે?

  • પશ્ચિમ બંગાળ સરકારે ત્રિમાસિક ધોરણે 75 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી.
  • બજેટમાં આગામી ત્રણ વર્ષમાં 100 નાના અને મધ્યમ ઉદ્યોગ પાર્ક બનાવવાની દરખાસ્ત, 2020-21 માટે આ હેઠળ 200 કરોડની ફાળવણી.
  • રાજ્ય સરકારે આગામી બે નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 માટે ચાના બગીચાના કૃષિ આવકવેરાને માફ કરવાનો પ્રસ્તાવ મૂક્યો.
  • રાજ્ય સરકારે નવી યોજના શરૂ કરી છે, આ યોજનાનું નામ છે “બંધુ પ્રકલ્પ”. આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ સમુદાયના 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને, જેઓ અન્ય કોઈ પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવતા નથી, તેઓને માસિક 1000 રૂપિયા પેન્શન આપવામાં આવશે.

મમતા બેનર્જીનાં કેન્દ્ર પર પ્રહાર

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બજેટ બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે હાલનાં દિવસોમાં કેન્દ્ર કોઈ નિર્ણય લેતા પહેલા રાજ્યોની સલાહ લેતું નથી. તેમણે કહ્યું કે આર્થિક સ્થિતિ સુધારવા માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ, જો જરૂરી હોય તો વડા પ્રધાને વિરોધી પક્ષો સાથે વાત કરવી જોઈએ. મમતા બેનર્જીએ કહ્યું કે, “કેન્દ્ર સરકારે નફરતના રાજકારણમાં વ્યસ્ત રહેવાને બદલે અર્થવ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ”.

READ ALSO

Related posts

કેનેડામાં કોરોનાનો ખોફ, રોડ પર દૂધની નદીઓ વહી, પશુપાલકો બેહાલ

Pravin Makwana

રેકોર્ડ સ્તરે પહોંચ્યું સોનું, Coronaને કારણે આર્થિક મંદીમાં લોકોને સોનામાં રસ

Arohi

જો હજી વધુ કેસો સામે આવશે તો અમદાવાદના બોડકદેવ વિસ્તારને ક્લસ્ટર ઝોનમાં મૂકી દેવામાં આવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!