પશ્વિમ બંગાળમાં ચૂંટણી પંચે રાત્રે 10 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર રોક લગાવતા ચૂંટણી પંચ કોંગ્રેસના નિશાને આવ્યુ. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યુ કે, ચૂંટણી પંચે પીએમ મોદીની રેલીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર પર રાત્રે 10 વાગ્યા બાદ રોક લગાવવાનો નિર્ણય લીધો.
કોંગ્રેસનો આરોપ છે કે, ચૂંટણી પંચ ભેદભાવ કરી કામગીરી કરી રહ્યુ છે. પીએમ મોદી અને અમિત શાહ સામે ચૂંટણી પંચ સરેન્ડર થયુ છે. ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવવા બંધારણની વિરૂદ્ધમાં છે. ચૂંટણીમાં પીએમ મોદી અને અમિત શાહ સતત આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તેમ છતા તેમની વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી.
READ ALSO
- વિકાસ માટે વૃક્ષોનો ભોગ : મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર વર્ષમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે 13.4 લાખ વૃક્ષો કપાયા
- પ્રિયંકા અને નિકને હવે આ જ કરવાનું બાકી રહી ગયું હતું, નવા કામનું નામ જાણી રહી જશો દંગ
- મર્દાની-2 અને દ બોડી વચ્ચે ચાલી રહ્યો છે સંઘર્ષ, જુઓ બંને ફિલ્મનું પહેલા દિવસનું બોક્સઓફિસ કલેક્શન
- સરકારે ટેલીકોમ કંપનીઓને આપ્યો ઝટકો, AGRની ચૂકવણીમાં રાહત આપવાની પાડી ના
- નેશનલ એવોર્ડ સન્માનિત સ્મિતા પાટીલે કેમ બદલ્યો હતો સિનેમાનો ચહેરો