GSTV

‘વન નેશન વન કાર્ડ’ યોજનામાં પણ બાકાત રહ્યુ આ રાજ્ય, પીએમ કિસાન યોજના પણ નથી અમલી

દેશના કુલ 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ‘વન નેશન વન કાર્ડ‘ સ્કીમ લાગુ થઈ ચૂકી છે. આ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, આંધ્ર પ્રદેશ, દાદરા નગર હવેલી, દમણ દીવ, ગોવા, ગુજરાત, બિહાર, હરિયાણા, જમ્મૂ-કશ્મીર, કર્ણાટક, કેરલ અને મધ્યપ્રદેશ સામેલ છે. તે સિવાય મહારાષ્ટ્ર, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તેલંગાણા અને ત્રિપુરામાં આ સ્કીમ લાગુ થઈ ગઈ છે. જોકે, હજુ પણ પશ્વિમ બંગાળ, દિલ્હી, છત્તીસગઢ, તમિલનાડુ, અસમ, અરૂણાચલ પ્રદેશ જેવા રાજ્ય આ સ્કીમ સાથે નથી જોડાઈ શક્યા.

રાજધાનીમાં આ સ્કીમને લાગુ કરવાની વાત

તે સિવાય લક્ષદ્વીપ, ચંદીગઢ, લદ્દાખ, મેઘાલય જેવા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ આ યોજના લાગુ થવાની રાહ છે. 1 ઓગષ્ટથી લાગુ થયેલી આ યોજના હેઠળ હવે આ 24 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બીજા ક્ષેત્રના નાગરિકોને પણ રાશન મળશે. દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે પણ રાજધાનીમાં આ સ્કીમને લાગુ કરવાની વાત કરી છે. જોકે, તેમાં હજુ કેટલાક મહિનાનો સમય લાગી શકે છે. કારણ કે, રાજ્ય સરકાર ‘ઘર-ધર રાશન યોજના’ ની સાથે જ તેની લોન્ચિંગ કરવાની તૈયારીમાં છે.

મમતા સરકાર ઉદાસીન, પીએમ કિસાન યોજના પણ નથી કરી લાગુ

પશ્વિમ બંગાળ સરકાર આ સ્કીમને લઈને પણ ઉદાસીન નજર આવી રહી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં મમતા સરકારના ખાદ્ય મંત્રી જ્યોતિપ્રિય મલિકે કહ્યુ છે કે, અમને આ સંબંધમાં કેન્દ્ર સરકાર પાસેથી કોઈ જાણકારી મળી નથી. આ સ્કીમથી પશ્વિમ બંગાળ જોડાય તેવો કોઈ પ્રશ્ન જ ઉઠતો નથી. તેમનુ કહેવુ છે કે, પશ્વિમ બંગાળ સરકાર પહેલા જ ડિજિટલ રાશન કાર્ડ તૈયાર કરવા પર 200 કરોડ રૂપિયાની રકમ ખર્ચ કરી ચૂકી છે. એવામાં તે રકમને કોણ પરત કરશે ? અમે આ સ્કીમને લાગુ કરશું નહી. ઉલ્લેખનીય છે કે, પશ્વિમ બંગાળ સરકારે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાને પણ રાજ્યમાં લાગુ કરી નથી. આ સ્કીમમાં દેશમાં અત્યાર સુધી લગભગ 10 કરોડ કિસાન જોડાઈ ચૂક્યા છે અને 2 હજાર રૂપિયાના 5 હપ્તા પણ જાહેર થઈ ચૂક્યા છે.

65 કરોડ લાભાર્થીઓને મળશે લાભ

દેશના 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ‘વન નેશન વન રાશન કાર્ડ’ સ્કીમ સાથે જોડાયેલ 65 કરોડ લાભાર્થીઓને ફાયદો હશે. હાલમાં દેશમાં ખાદ્ય સુરક્ષા યોજનાના કુલ 81 કરોડ લાભાર્થી છે. સરકારે અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને માર્ચ 2021 સુધી આ સ્કીમ સાથે જોડવાનો લક્ષ્ય નક્કી કર્યુ છે.

READ ALSO

.

Related posts

યૌન શોષણ મામલે કારણવગર પોતાનું નામ જોડવા બદલ પાયલ ઘોષ વિરુદ્ધ કાર્યવાહી કરવા જઈ રહી છે રિચા ચઢ્ઢા

Pravin Makwana

સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિએશનની ચૂંટણીમાં 4 વખતથી પ્રમુખપદે રહેલા સમીર શાહના એકચક્રી શાસનનો અંત

Nilesh Jethva

રાજ કપૂર જીવતા હોત તો કરીના કપૂરની આ ઇચ્છા પૂરી થઈ હોત, જાણો ‘સિધ્ધિમા’ની ઇચ્છા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!