GSTV

પત્ની ઘેલો પ્રેમી/ પિયરમાં ગયેલી પત્નીને ઘરવાળાએ રોકી રાખતા સાસરીમાં જઈ ઘર બહાર ધરણા પર બેસી ગયો પતિ

પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક 28 વર્ષિય યુવકની પત્નીને પોતાની સાથે ઘરે લઈ જવા માટે સોમવારે સાસરીયામાં જઈ ઘરની બહાર ધરણા પર બેસી ગયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યુ હતું કે, આલોક મલિકે હાલમાં સંગીતા ઘોષ સાથે લગ્ન કર્યા હતા. જો કે, સંગીતાનો પરિવાર આ લગ્નની વિરુદ્ધમાં હતો, તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા.

આલોકે જણાવ્યુ હતું કે, તેમના લગ્ન હિન્દુ રીતિ રિવાજ મુજબ એક મંદિરમાં થયા હતા અને કાયદાકીય રીતે રજીસ્ટ્રેશન પણ કરાવ્યુ છે. તેણે કહ્યુ હતું કે, સંગીતા ગત દિવસોમાં માતા-પિતા સાથે મળવા માટે ઘરે આવી હતી, હવે તેને પાછી આ યુવક સાથે મોકલવા માટે પરિવારવાળા રાજી થતાં નથી. તેથી તેમણે યુવતીને રોકી રાખી છે.

આ યુવકે દાવો કર્યો હતો કે, સાસરિયાવાળાએ પોતાની ઘરવાળીને અન્ય કોઈ જગ્યાએ મોકલી દીધી છે. હાથમાં પ્લેકાર્ડ અને લગ્નની તસ્વીરો તથા લગ્નનું પ્રમાણપત્ર લઈ આલોક સાસરિયાની સામે ઘર બહાર ધરણા પર ઉતરી ગયો છે અને પત્નીને આપી દેવા માગ કરી રહ્યો છે.

READ ALSO

Related posts

કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

Nilesh Jethva

દીવા તળે અંધારું : અમદાવાદ મનપાની ઓઢવ સ્થિત સબ ઝોનલ કચેરીની સામે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ ઓવરફલો

Nilesh Jethva

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પરની પેટા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, 8 બેઠકો પર કુલ 81 ઉમેદવારો મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!