GSTV
Gujarat Government Advertisement

ખેડૂતો માટે ખુશખબર / હવે દર વર્ષે ખાતામાં જમા થશે રૂપિયા 10 હજાર, પ્રસ્તાવ પર લાગી અંતિમ મહોર

Last Updated on June 10, 2021 by Dhruv Brahmbhatt

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) દરમ્યાન પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જી (Mamata Banerjee) એ ખેડૂતોને પ્રત્યેક વર્ષમાં 10 હજાર રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. આજે રાજ્ય સચિવાલયમાં મમતા બેનર્જીના નેતૃત્વમાં થયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોને કૃષક બંધુ યોજના (Krishak Bandhu Yojana) અંતર્ગત પ્રત્યેક વર્ષે રૂપિયા 10 હજાર આપવાના પ્રસ્તાવ પર મહોર લગાવી દીધી છે. હાલમાં આ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે રૂપિયા 5000 મળતા હતાં. આ સાથે જે તેઓની એક એકરથી ઓછી જમીન છે તો તેઓને રૂપિયા 4000 આપવામાં આવશે. પહેલાં તેઓને બે હજાર આપવામાં આવતા હતાં.

mamta banerjee

ખેડૂતોને પીએમ કિસાન સમ્માન નિધિ નહીં મળવા પર પીએમ મોદીએ કર્યા હતાં પ્રહાર

તમને જણાવી દઇએ કે, વિધાનસભા ચૂંટણી દરમ્યાન ખેડૂતોને પીએમ કિસાન સમ્માન નિધિ નહીં મળવા પર પીએમ મોદીથી લઇને ગૃહમંત્રી અમિત શાહએ પ્રહાર કર્યા હતાં અને મમતા બેનર્જી પર ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે અડચણરૂપ થવાનો આરોપ લગાવ્યો હતો. પીએમ મોદીએ એવો વાયદો કર્યો હતો કે, ‘બંગાળમાં જો ભાજપની સરકાર બનશે તો ખેડૂતોને પીએમ કિસાન સમ્માન યોજના આપવામાં આવશે.’

કિસાન

બંગાળમાં ખેડૂતોને મળ્યો પીએમ કિસાન સમ્માન નિધિનો પ્રથમ હપ્તો

ચૂંટણીમાં કરવામાં આવેલા વાયદાઓ અનુસાર, દેશના ખેડૂતોની સાથે-સાથે આ વખતે બંગાળના ખેડૂતોને પણ પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમ (PM Kisan Samman Nidhi Yojana) ની રકમ મળવાની શરૂ થઇ ગઇ છે. આ સ્કીમ અંતર્ગત સરકાર ખેડૂતોના ખાતામાં રૂપિયા 2 હજાર ટ્રાન્સફર કરે છે. વર્ષમાં ત્રણ હપ્તાના આધારે કુલ 6 હજાર ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. વિધાનસભા ચૂંટણી બાદ બંગાળના ખેડૂતોને પ્રથમ હપ્તો મળ્યો છે. ત્યાર બાદ મમતા બેનર્જીએ એવો દાવો કર્યો હતો કે, ભાજપના નેતાઓએ ખેડૂતોને બાકી 18 હજાર રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો પરંતુ માત્ર 2000 રૂપિયા જ આપવામાં આવ્યાં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!