GSTV
Home » News » પશ્ચિમ બંગાળાની ભારેલા અગ્નિ જેવી સ્થિતિની સમીક્ષા માટે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી અને પ્રધાનમંત્રી વચ્ચે બેઠક યોજાશે

પશ્ચિમ બંગાળાની ભારેલા અગ્નિ જેવી સ્થિતિની સમીક્ષા માટે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી અને પ્રધાનમંત્રી વચ્ચે બેઠક યોજાશે

પશ્ચિમ બંગાળમાં હિંસાને કારણે સર્જાયેલી સ્ફોટક પરિસ્થિતિ વચ્ચે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક યોજાશે. ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચેની હિંસક ઝડપની ઘટનાઓ સતત વધી રહી છે. તેમાં પણ ઉત્તરી 24 પરગણાના સંદેશખલીમાં ભડકેલી હિંસા બાદ સ્થિતિ બેકાબૂ બની છે. ત્યારે એવું મનાઇ રહ્યું છે કે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી વડાપ્રધાન મોદી સાથે આ મામલે ચર્ચા કરી શકે છે.

કેસરીનાથ ત્રિપાઠી આ પહેલા પણ અનેક વખત મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને પંચાયતની ચૂંટણીમાં થયેલી હિંસાને લઇને જાહેરમાં જ નારાજગી દર્શાવી ચૂક્યા છે. જો કે તાજેતરની હિંસા પર તેમણે હજુ સુધી કોઇ નિવેદન નથી આપ્યું. આમ તો પીએમ અને રાજ્યપાલ ત્રિપાઠીની મુલાકાત અગાઉથી જ નિશ્ચિત હતી. પરંતુ બંગાળની સ્થિતિને જોતા હવે આ મુલાકાત ઘણી જ મહત્વની બની ગઇ છે.

રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી પીએમ ઉપરાંત ગૃહપ્રધાન અમિત શાહ સાથે પણ મુલાકાત કરશે. અમિત શાહ સાથેની મુલાકાત દરમ્યાન પણ બંગાળની હિંસાનો મુદ્દો જ મુખ્ય રહેશે તેમ મનાઇ રહ્યું છે. બીજી તરફ ભાજપે તેમના કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં આજે સમગ્ર બંગાળમાં કાળો દિવસ મનાવવાનું જાહેર કર્યું છે. જે અંતર્ગત ભાજપે બશીરહાટમાં 12 કલાકના બંધનું એલાન પણ આપ્યું છે.

READ ALSO

Related posts

ગુરૂકૂળના આચાર્ય બન્યા ગુજરાતના નવા રાજ્યપાલ, જાણો કોણ છે આ આચાર્ય દેવવ્રત?

Riyaz Parmar

આખરે કોકડુ ઉકેલાયું : અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ભાજપમાં જોડાશે, ઠાકોર સેનાની કોર કમિટીએ લીધો નિર્ણય

Nilesh Jethva

દેશના આ 5 રાજ્યોમાં ભારે વરસાદ પડશે, હવામાન વિભાગની આવી નવી આગાહી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!