GSTV
Gujarat Government Advertisement

બંગાળ/ અબ કી બાર મમતા સરકાર : મોદી અને શાહનાં સપનાં રગદોળાયા, 208 બેઠકો પર ટીએમસી આગળ

મમતા

Last Updated on May 2, 2021 by Karan

પશ્વિમ બંગાળની સૌથી હાઇ પ્રોફાઇલ સીટ ગણાતી નંદીગ્રામ પર મત ગણતરી ચાલુ છે. અહીં મુકાબલો બે જૂના સહયોગીઓ વચ્ચે છે. એક તરફ સીએમ મમતા બેનર્જી છે તો બીજી તરફ ટીએમસીનો સાથ છોડી બીજેપીમાં સામેલ થયેલા શુવેન્દુ અધિકારી છે. મમતા બેનર્જીએ શુવેન્દુને પડકારવા માટે પોતાની ભવાનીપુર સીટ છોડીને નંદીગ્રામને પસંદ કરી હતી. હવે જોવુ રહ્યું કે જનતા કોના પર ભરોસો મુકે છે.પશ્ચિમ બંગાળ વિધાનસભાની હાઈ પ્રોફાઈલ ચૂંટણીમાં ફરી એક વખત મમતા બેનરજીની પાર્ટી સરકાર બનાવશે તેવું મતગણતરીના ટ્રેન્ડ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.

બંગાળ

ટીએમસી હવે 200 બેઠકો પર, જ્યારે ભાજપ 90 બેઠકો પર આગળ

મમતા બેનરજીની પાર્ટી ટીએમસી હવે 200 બેઠકો પર આગળ ચાલી રહી છે જ્યારે ભાજપ 90 બેઠકો પર આગળ ચાલી રહી છે. આમ એક્ઝિટ પોલમાં જે અનુમાન હતું તેના કરતા પણ ઓછી બેઠકો ભાજપને મળે તેમ લાગી રહ્યુ છે. બંગાળની ચૂંટણી પર આખા દેશની નજર છે.

જોકે શરુઆતના ટ્રેન્ડ પ્રમાણે તો ભાજપને 100 કરતા વધારે બેઠકો મળી રહી હોય તેમ લાગતું નથી. ભાજપની છાવણીમાં નિરાશા અન ટીએમસીના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ટીએમસી માટે સૌથી ચિંતાજનક નંદીગ્રામ બેઠક છે. જ્યાં સીએમ મમતા બેનરજી ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી કરતા પાછળ ચાલી રહ્યા છે. અહીંયા છ રાઉન્ડની મતગણતરી થઈ ચુકી છે. જોકે, હવે મમતા બેનરજી લીડ કાપીને આગળ ચાલી રહ્યાં છે. ભાજપ ઇચ્છે છે કે નંદીગ્રામમાં મમતા બેનરજી હારે તો તૃણમુલ કોંગ્રેસની જીતનો સ્વાદ ફિક્કો પડી જશે.

ટીએમસી

 શું સાચી પડશે પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં શરુઆતમાં જે ટ્રેન્ડ જોવા મળ્યો છે તે પ્રમાણે મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી તરફ છે અને ભાજપની લીડ 100 કરતા ઓછી બેઠક પર રહી ગઈ છે. આ સ્થિતિમાં હવે મમતા બેનરજીના કેમ્પેઈન મેનેજર પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી સાચી પડશે કે કેમ તેના પર બધાની નજર છે. પ્રશાંત કિશોરે અગાઉ પણ કહ્યું હતું કે, બંગાળની ચૂંટણીમાં ભાજપ 100નો આંકડો પાર કરશે તો હું ચૂંટણી સ્ટ્રેટેજી બનાવવાનું મારું કામ છોડી દઈશ.

એટલું જ નહી તેમણે એમ પણ કહ્યું હતું કે, મારુ ટ્વિટ તમે સેવ કરીને રાખો. આજે પણ તેમના એકાઉન્ટ પર આ ટ્વિટ છે અને તેમણે ફરી પણ કહ્યું હતું કે, જો ભાજપે ડબલ ડિજિટથી આગળ બેઠકો મેળવી તો હું ચોક્કસ બંગાળ છોડી દઈશ.

દરમિયાન એક્ઝિટ પોલમાં પણ ભાજપને 100 કરતા વધારે બેઠકો મળશે તેવી આગાહી તો થઈ જ હતી.જોકે હવે તમામ એક્સિઝટ પોલ શરુઆતના ટ્રેન્ડ પ્રમાણે ખોટા પડી રહ્યા છે.સવારે 11 વાગ્યા સુધીની મતગણતરી પ્રમાણે તો ભાજપને 100 કરતા નીચે બેઠકો મળી રહી છે. આ સંજોગોમાં પ્રશાંત કિશોરનો દાવો સાચો પડતો દેખાઈ રહ્યો છે. જોકે ભાજપ 100 કરતા ઓછી બેઠકો મેળવશે કે કેમ તે હજી કહેવું વહેલું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

SBIના ગ્રાહકો માટે જરૂરી સમાચાર: 1 જુલાઈથી બદલાઈ જશે રોકડ ઉપાડ અને ચેક બૂકના નિયમો, જાણો વિગતવાર

Pritesh Mehta

CBSE/ ધોરણ 10 અને 12ના પરિણામથી નાખુશ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ મહિનામાં લેવાશે પરીક્ષા

Bansari

કામનું/ જુલાઈમાં પૂરા 15 દિવસ સુધી બેંકો રહેશે બંધ, બેકિંગ કામકાજ કરતાં પહેલાં ચેક કરી લેજો આ RBI ની રજાઓનું લિસ્ટ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!