GSTV
Home » News » કોલકાતામાં હિંસાને પગલે ECની કડક કાર્યવાહી, ગૃહ સચિવને હટાવાયા, 24 કલાક વહેલો પ્રચાર કરાશે બંધ

કોલકાતામાં હિંસાને પગલે ECની કડક કાર્યવાહી, ગૃહ સચિવને હટાવાયા, 24 કલાક વહેલો પ્રચાર કરાશે બંધ

મંગળવારે કોલકાતામાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનાં રોડ શોમાં થયેલાં તોફાન બાદ પશ્વિમ બંગાળમાં ચૂંટણી પંચે કડક નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે બંગાળમાં ગુરૂવારે રાતે 10 વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. તેના સિવાય ચૂંટણી પંચે રાજ્યનાં મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવી દીધા છે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયામાં વીડિયો નાખવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. બંગાળના ADG CID રાજીવ સિંહને ગૃહ મંત્રાલય મોકલવામાં આવ્યા છે. રાજ્યમાં 19મી મેએ 9 સીટો માટે મતદાન થવાનું છે. તેની પહેલાં ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે.

જ્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ ખંડિત થવા પર ચૂંટણી પંચે નારાજગી વ્યક્ત કરી છે. ચૂંટણી પંચે કહ્યુ છેકે, આ પ્રકારની હિંસા ફરી થઈ તો વધુ કડક પગલાં ભરાશે. રાજ્યની 9 સીટો પર પ્રચારનો સમય શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધીનો હતો. પરંતુ ચૂંટણી પંચે તેને એક દિવસ વહેલો પુરો કરી દીધો છે.

મંગળવારની સાંજે કોલકાતામાં બીજેપીનાં અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં હિંસા બાદ આજે પશ્વિમ બંગાળથી લઈને દિલ્હી સુધી રાજકારણ સળગી ઉઠ્યુ હતુ. ટીએમસીએ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને ખંડિત થવાને ભાવનાત્મક મુદ્દો બનાવ્યો હતો. જ્યારે બીજેપી અને ટીએમસી બંને એકબીજા પર મૂર્તિ ખંડિત કરવાનો આરોપ લગાવી રહ્યા છે. વામપંથીઓનું કહેવું છેકે, બીજેપી અને ટીએમસીના ઝઘડામાં આખુ બંગાળ સળગી રહ્યુ છે.

READ ALSO

Related posts

પીએમ મોદી અને સંઘ પ્રમુખની આજે નાગપુરમાં મુલાકાત, Bjpને બહુમત સૌથી મોટો વિવાદ

Bansari

આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Mansi Patel

ટીએમસીના મમતાની આ ઉમેદવાર શા માટે મોજા પહેરીને લોકો સાથે હાથ મિલાવતી હતી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!