GSTV

ડખા/ રાહુલ અને સોનિયાથી નારાજ કોંગ્રેસના બળવાખોરો જોડાઈ શકે છે આ પાર્ટીમાં, કરી રહ્યાં છે ભરપેટ વખાણ

Last Updated on May 8, 2021 by Damini Patel

મમતા બેનરજીની પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીતના પગલે કોંગ્રેસના સોનિયા-રાહુલ વિરોધી નેતા મમતાનાં ભરપેટ વખાણ કરી રહ્યા છે તેથી આ નેતાઓ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાશે એવી અટકળો શરૂ થઈ છે. ચૂંટણી પહેલાં ભાજપમાંથી મોદી વિરોધી યશવંત સિંહા તૃણમૂલમાં જોડાયા હતા.

નેતાઓ કરી રહ્યા મમતાની પ્રશંસા

મમતાને જીત માટે અભિનંદન આપીને ગુલામ નબી આઝાદે મમતાને ‘પૂરબ કી શેરની’ ગણાવી છે. કપિલ સિબ્બલે મમતાને ‘આધુનિક ઝાંસી કી રાની’ ગણાવીને કહ્યું કે, મમતા જમીન સાથે જોડાયેલાં અને હિંમતવાન નેતા છે. મમતાએ સાબિત કરી દીધું છે કે, સંજોગો ગમે તેટલા ખરાબ હોય પણ માણસ નિશ્ચય કરે તો ગમે તેવા તુર્રમખાનને પણ પછાડી શકે. મનિષ તિવારીએ મમતાને ‘ઝાંસી કી રાની’ ગણાવીને કહ્યું કે, મમતાએ ઈતિહાસ રચી દીધો છે.

આનંદ શર્માએ મમતાની જીતને લોકશાહીમાં વિશ્વાસ રાખનારાં તમામ લોકોની જીત ગણાવીને કહ્યું કે, બંગાળના કારણે દેશને આશાનું એક કિરણ દેખાયું છે. સોનિયા-રાહુલ પર પ્રહારો કરતા બળવાખોરો મમતા પર અકારણ ના જ વરસે એ જોતાં આ શક્યતા સાવ આઘારહીન નથી.

Read Also

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!