GSTV

પશ્ચિમ બંગાળ ચૂંટણી પ્રચાર વચ્ચે CBI એક્સનમાં, મમતાના ભત્રીજાની પત્ની સાથે પૂછપરછ

CBI

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે CBI પણ એક્શનમાં છે. કોલસાની દાણચોરીના મામલામાં CBI તપાસનો રેલો મુખ્યમંત્રી મમતા બેનરજીના પરિવાર સુધી પહોંચી ચુક્યો છે. મમતાના ભત્રીજા અભિષેક બેનરજીની પત્ની રુચિરા નરુલ્લાની આજે CBI પૂછપરછ કરવાની છે અને એ પહેલા મુખ્યમંત્રી મમતા બેનરજી અભિષેક બેનરજીના ઘરે પોહંચ્યાહ તા અને થોડો સમય માટે વાતચીત કરવા માટે રોકાયા હતા.

રુચિરા નરુલ્લાની સાક્ષી તરીકે પૂછપરછ

મમતા બેનરજી અભિષેકના ઘરેથી રવાના થયાની ગણતરીની મિનિટોમાં CBI ટીમ અભિષેક બેનરજીના ઘરે પહોંચી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે રુચિરા નરુલ્લાની સાક્ષી તરીકે પૂછપરછ કરવામાં આવી છે. તેમને CBI દ્વારા તપાસમાં સહયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

આ મામલો 202નો છે.જ્યારે સીબીઆઈ દ્વારા ઈસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડના અધિકારીઓ અને કર્મચારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.તેમના પર કોલસાની ચોરી અને હેરફેરનો આરોપ મુકવામાં આવ્યો હતો. એ પછી CBI દ્વારા 45 જગ્યાએ દરોડો પાડવામાં આવ્યા હતા.

રુચિરાની ફર્મ સાથે લેવડ દેવડની શંકા

જેમાં અભિષેક બેનરજીના ઘરનો પણ સમાવેશ થતો હતો. જ્યારે તેમના નજીકના વિનય મિશ્રાને ત્યાં પણ CBI દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જોકે ચાર વખત બોલાવ્યા પછી પણ મિશ્રા CBI સામે હાજર થયા નથી. તપાસ દરમિયાન અભિષેક બેનરજીના પત્ની રુચિરાનુ નામ પણ સામે આવ્યુ હતુ. રુચિરાની ફર્મ સાથે આ મામલામાં લેવડ દેવડ થઈ હોવાની શંકા છે.

કોમ્યુનિસ્ટ પાર્ટીનો આરોપ છે કે, મમતા બેનરજીની મદદથી અભિષેકે પોતાની ફર્મનો ઉપયોગ બોગસ સ્કીમો ચલાવવા કર્યો હતો અને બે વર્ષમાં તેમની ફર્મનો વ્યવસાય 300 કરોડ પર પહોંચી ગયો હતો.

Read Also

Related posts

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં

Pravin Makwana

ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો

Pravin Makwana

ગજબ! ગરીબીને અમીરીમાં બદલી નાખશે જો આવશે આ 5 સપનાં, રાતોરાત થવા લાગશે રૂપિયાનો વરસાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!