GSTV
Home » News » મમતા દીદીએ નીતીશ કુમારને કહ્યું, Thank You! કારણ છે ખાસ

મમતા દીદીએ નીતીશ કુમારને કહ્યું, Thank You! કારણ છે ખાસ

બિહારનાં મુખ્યમંત્રી નિતીશ કુમારની પાર્ટી જનતા દળ (યુનાઇટેડ)એ પોતાનો નિર્ણય જાહેર કરીને જણાંવ્યું છે કે, બિહાર રાજ્યની બહાર તે એનડીએ ગઠબંધનનો હિસ્સો રહેશે નહિં. જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેડીયુનાં આ નિર્ણયનાં બંગાળનાં સીએમ મમતા બેનરજીએ ભરપેટ વખાણ કર્યા છે. મમતા દીદીએ જણાંવ્યું કે, મને નિતીશ કુમારનાં એ નિવેદન વિશે જાણકારી મળી છે. જેમાં તેમણે કહ્યું કે તે બિહારની બહાર એનડીએનો હિસ્સો નહિં રહે. હું તેમને આ નિર્ણય કરવા બદલ શુભેચ્છા આપી ધન્યવાદ કરું છું.

હકિકતે લોકસભા ચૂંટણી દરમિયાન બિહારમાં એનડીએમાં ત્રણ પાર્ટીઓ શામેલ થઇ હતી. ભાજપ, જેડીયુ અને લોકજનશક્તિ પાર્ટી. લોકસભા ચૂંટણીમાં જેડીયુને 17માંથી 16 બેઠકો પર જીત મળી હતી, પરંતુ કેન્દ્રિય મંત્રીમંડળમાં યોગ્ય ભાગીદારી ન મળતા નારાજ થયેલા નિતીશ કુમારે સિમ્બોલીક પ્રતિનિધીત્વ લેવાનો ઇન્કાર કર્યો હતો.  તેમજ આવનારા સમયમાં નિતીશ કુમારની પાર્ટી હરિયાણા, જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જો કે આ કિ નવો નિર્ણય નથી. લોકસભા ચૂંટણી દરમિયાન અરૂણાચલ પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જેડીયુએ એનડીએથી અલગ થઇને એકલા હાથે ચૂંટણી હતી, તેમજ સાત બેઠકો પર જીત મેળવી હતી.

પટનામાં આયોજીત જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા પાર્ટીનાં જનરલ સેક્રેટરી કે.સી.ત્યાગીએ જણાંવ્યું કે, અમારી પાર્ટીનો વ્યાપ વધારવા માટે તેમજ નેશનલ પાર્ટીનો દરજ્જો મેળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેડીયુનાં મહાસચિવ પવન વર્મા અને સંજય ઝાએ કહ્યું કે અમારી પાર્ટી બિહારની બહાર એનડીએ ગઠબંધનનો હિસ્સો નહિં રહે.

READ ALSO

Related posts

અરૂણ જેટલીની તબિયત અત્યંત નાજુક, દેવામાં આવી રહ્યો છે ECMO અને IAMP સપોર્ટ

Path Shah

કાશ્મિર પર પાકિસ્તાનની નવી રમત, હવે પહોંચ્યું ફેસબુક-ટ્વિટર પાસે

Kaushik Bavishi

પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલીની હાલત નાજુક, AIIMS પહોંચ્યા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!