પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બાંકુરામાંથી સમગ્ર રાજ્ય માટે કેટલીય યોજનાઓ ચાલુ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા હોય તેવું જણાઈ રહ્યુ છે. ત્યારે આ બાબતને ધ્યાને રાખીને તેમણે પણ રાજ્યમાં આગામી વર્ષ જૂન 2021 સુધી મફતમાં ચોખા આપવાની જાહેરાત કરી છે.
એક ડિસેમ્બરથી મફતમાં રાશન
સીએમ મમતા બેનર્જીએ કહ્યુ હતું કે, નવા પ્રોજેક્ટ પર કામ 1 ડિસેમ્બરથી શરૂ થશે. આ દરમિયાન સરકારી પ્રશાસન પશ્ચિમ બંગાળમાં દરેક બ્લોકમાં રોજનું એટલે કે અઠવાડીયાના સાતેય દિવસ બપોરે 12થી 3માં વિશેષ શિબિરનું આયોજન કરશે. આ નવા પ્રોજેક્ટને ‘ડોર ટૂ ડોર સરકાર’ નામ આપવામાં આવ્યુ છે. જ્યાં લોકોની સમસ્યાનું સમાધાન તેમના ઘરના દરવાજા પર લાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ લાભથી વંચિત ન રહે તેનું પણ ધ્યાન રાખવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે.

READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….