GSTV

બંગાળમાં BJPની એન્ટ્રીથી દીદી સફાળા જાગ્યા, TMC નેતાઓને કહ્યું તાત્કાલિક…

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ સામે આવ્યા બાદ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની આગેવાનીમાં તૃણમૂલ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. બીજેપીએ રાજ્યમાં શાનદાર પ્રદર્શન કરતા 18 બેઠક પ્રાપ્ત કરી છે. ટીએમસી પોતાનું અગાઉનું પ્રદર્શન દોહરાવી શકી ન હતી. હવે સીએમ મમતા બેનરજીએ પરિણામો બાદ ઉત્પન્ન થયેલી સ્થિતિ પર ચર્ચા માટે પોતાના નેતાઓની બેઠક બોલાવી છે. ટીએમસી સુપ્રીમો મમતા દીદીએ કોલકત્તાના કાલીઘાટ સ્થિત પોતાના નિવાસસ્થાને શનિવારે પાર્ટીના નેતાઓને મંથન માટે બોલાવ્યા છે. જો કે એક વાત ચોક્કસ છે કે હવે બંગાળમાં મમતાને ફાઇટ આપવા માટે મજબૂત વિપક્ષ તરીકે ભાજપ ઉભરી રહ્યો છે. તેથી સફાળા જાગેલા મમતા દીદીએ તાકીદની પાર્ટી નેતાઓની બેઠક બોલાવી છે.

આ બેઠકમાં પાર્ટીના તમામ મોટા નેતાઓને હાજર રહેવાનો નિર્દેશ અપાયો છે. મનાઇ રહ્યં છે કે આ બેઠક દરમિયાન લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન પર ચર્ચા હાથ ધરાશે. સૂત્રો મુજબ આ બેઠકમાં ટીએમસી ધારાસભ્યોને પણ બોલાવવામાં આવ્યા છે.મહત્વનું છે કે છેલ્લા ઘણાં સમયથી પીએમ મોદી- ભાજપ પ્રમુખ અમિત શાહ અને મમતા બેનરજી વચ્ચે ભારે ગજગ્રાહ ચાલી રહ્યો .છે. મમતા દીદીએ અમિત શાહનું હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી પણ ન આપી હતી.તેમજ સૌથી નિંદનીય વાત એ છે કે પ્રચાર અને મતદાન દરમિયાન બંગાળમાં અનેક જગ્યાએ હિંસાની ઘટના બની હતી. જે બાદ ચૂંટણી તંત્ર સફાળું જાગ્યું હતું અને પોલીસ વડા સહિત મુખ્ય સચીવની બદલી કરી હતી.

READ ALSO

Related posts

બર્મિઘમ યુનિવર્સિટીએ કોરોનાથી બચવા તૈયાર કર્યો અનોખો નોઝલ સ્પ્રે, 48 કલાકમાં જ મારી નાખશે વાયરસ

Pravin Makwana

ભારતમાં પાંચ વેક્સિનની ચાલી રહી છે ટ્રાયલ, સપ્ટેમ્બર સુધીમાં 25થી 30 કરોડ ભારતીયોને વેક્સિન અપાશે

Nilesh Jethva

જમ્મુ-કાશ્મિરમાં ઇતિહાસનું સૌથી મોટું જમીન કૌભાંડ આવ્યું બહાર, પીડીપી, કોંગ્રેસ અને એનસીના નેતાઓ ભરાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!