GSTV

મમતા બેનર્જીએ દેશમાં પહેલીવાર સ્ટેટ સિક્યુરીટી એડવાઇઝરનું પદ ઉભું કર્યું, જાણો કઇ સત્તા હશે ?

Last Updated on May 30, 2018 by Mayur

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની તર્જ પર પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ દેશમાં પહેલી વાર સ્ટેટ સિક્યુરિટી એડવાઈઝરનું એક પદ ઉભું કર્યું છે. મમતા બેનર્જીએ આઈજી સુરજીત કરપુરકાયસ્થને પોતાના એસએસએ તરીકે નિયુક્ત કર્યા છે. મહત્વપૂર્ણ છે કે દેશમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની નિયુક્તિની પ્રથા છે.

2014માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ અજિત ડોભાલની એનએસએ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. નોટિફિકેશન મુજબ એસએસએ માત્ર મુખ્યપ્રધાનના મુખ્ય સુરક્ષા સમન્વયક તરીકે જ કાર્ય નહીં કરે. પણ તેમની પાસે સુરક્ષાના મુદ્દાઓ અને કર્મચારીઓ સાથે જોડાયેલા પ્રસ્તાવોમાં સામરિક હસ્તક્ષેપ કરવાની શક્તિ પણ હશે.

એક વરિષ્ઠ અધિકારી પ્રમાણે. એસએસએનું મહત્વ એક પ્રધાનથી ઓછું નહીં હોય. એસએસએ પાસે તમામ સુરક્ષા સંબંધિત પ્રસ્તાવોની તપાસ કરવાનો અધિકાર હશે. ડીજીપી અને ગૃહ સચિવને પહેલા આવી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. પરંતુ હવે આ તમામ જવાબદારીઓ એસએસએ પાસે હશે.

એએસએ રાજ્યની ઈન્ટેલિજન્સ ગ્રિડ માટે એક તંત્ર પણ પ્રદાન કરશે. તે પણ નેશનલ ઈન્ટેલિજન્સની તર્જ પર જ હશે. એસએસએ મુખ્યપ્રધાનને સીધો રિપોર્ટ કરશે અને તેમની નિમણૂક ત્રણ વર્ષ માટે કરવામાં આવશે.

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!