પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ ભાજપ સામે ફરી હુંકાર ભરતા આક્રામક તેવર દેખાડ્યાં છે. તેમણે કહ્યું કે,બંગાળ એ ગુજરાત કે ઉત્તરપ્રદેશ નથી. બંગાળ તો બંગાળ છે. કેટલાંક બહારના ગુંડાઓ અહીં આવી રહ્યાં છે. પરંતુ તે જાણી લો તમે સંઘીય માળખાને ધ્વસ્ત કરી શકો નહી. કેન્દ્રીય એજન્સીઓ મારફત અમારી સરકારને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, મને ખબર છે ચૂંટણી પહેલાં તેઓ આવું વધારે કરશે. મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ભાષણોને લઈને પણ આડેહાથ લીધાં છે.
અમે બંધારણ પ્રમાણે ચાલીએ છીએ
પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીએ કહ્યું કે, અમે બંધારણ પ્રમાણે ચાલીએ છીએ. રાજ્ય સરકાર અમલીકરણ કરતી એક ઓથોરિટિ છે, તો શું અમારે ભાજપના મન-પ્રમાણે ચાલવું જોઈએ? તેમણે કહ્યું, જ્યારે રાજ્યમાં પહેલાંથી જ એક યોજના ચાલી રહી છે તો અમે તેવી જ એક નવી યોજના શા માટે ચલાવવી જોઈએ? કારણ કે ભાજપ કહે છે? તેમને ફંડ ક્યાંથી મળે છે? આ બધા રાજ્ય સરકારના ટેક્સના પૈસા છે અમે અમારી યોજનાને 100 ટકા ફંડ કરીએ છીએ. પરંતુ તેમની યોજના માટે રાજ્ય સરકારોએ પૈસા આપવા પડે છે.
READ ALSO
- સુરત/ 120 બેઠક માટે અત્યાર સુધી 2700 થી વધુ ફોર્મ વહેંચાયા
- જાણો શું છે આધાર ચેટબોટ અને આધાર હેન્ડબુક, જે આપે છે તમારા સવાલના જવાબ
- ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા અન્ના હજારે, 30 માર્ચથી શરુ કરશે આમરણ અનશન
- સંસદ માર્ગ પર આકાશવાણી ભવનમાં આગ, ફાયરની 8 ગાડીઓએ મેળવ્યું આગ નિયંત્રણ
- કાર્યક્રમમાં પહોંચેલા ભાજપના મંત્રી સ્થાનિકોની નારાજગીનો બન્યા ભોગ, પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ લીધો ઉધડો!