GSTV
Home » News » બંગાળ પોલીસે ભાજપ નેતાની ધરપકડ કરી છે કારણ કે, પુત્રીના અપહરણમાં….

બંગાળ પોલીસે ભાજપ નેતાની ધરપકડ કરી છે કારણ કે, પુત્રીના અપહરણમાં….

પશ્ચિમ બંગાળનાં બીરભૂમ જિલ્લામાં સ્થાનિક ભાજપ નેતાએ પોતાની દિકરીનું અપહરણ કર્યાની ઘટનાથી ભારે ચકચાર મચી છે. સ્થાનિક બીજેપી નેતા સુપ્રભાત બટબ્યાલની પોલીસે ધરપકડ કરી છે. પોલીસનો આરોપ છે કે, ભાજપી નેતાએ પોતાની દિકરીનું અપહરણ કરાવ્યું છે. આ મામલે અન્ય બે આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે.

ગુરૂવારે બંદુકનાં નાળચે સુપ્રભાત બટબ્યાલની પુત્રીનું અપહરણ કરાયું હતું. ઘટના પછી લાભપુરમાં તંગદિલી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. ટોળાએ ટીએમસી નેતા મનિરૂલ ઇસ્લામ પર હુમલો કરીને તેમનો પીછો કર્યો હતો. ટીએમસી નેતાને પોલીસ સ્ટેશનમાં છુપાવવું પડ્યું હતું.

પોલીસ અધિકારીનાં જણાંવ્યા પ્રમાણે 22 વર્ષીય યુવતિની ભાળ મેળવવા બીરભૂમ પોલીસે ઉત્તરદિનાજપુર પોલીસ સાથે ટીમ બનાવીને શોધખોળ આદરી હતી. રવિવારે સવારે પોલીસને માલુમ થયું કે યુવતિ ડલખોલા વિસ્તારમાં છે. પોલીસે બે આરોપી રાજુ સરકાર અને દિપાંકર મંડલની ધરપકડ કરી હતી.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, પુત્રીનું અપહરણ કરાવવામાં બટબ્યાલનો હાથ હતો. ત્યારબાદ તેમની ધરપકડ કરવામા આવી.

બીરભૂમ જિલ્લા પોલીસ અધિક્ષક શ્યામ સિંહે જણાંવ્યું કે, આજે સવારે અમે ડલખોલા વિસ્તારમાંથી છોડાવી છે. તે સ્વસ્થ છે. તેની સાથે શું થયું છે તે બાબતે અમે તપાસ કરી રહ્યા છે. અમે યુવતિનાં પિતાને પમ ઝડપી પાડ્યો છે. અમને આશંકા છે કે યુવતિનાં અપહરણમાં તેનાં પિતાની મુખ્ય ભુમિકા છે.

યુવતિનાં અપહરણ પાછળનો હેતૂ મામલે પુછવામાં આવ્યું તો પોલીસ અધિક્ષક શ્યામસિંહે જણાંવ્યું કે, અપહરણ પાછળ બે કારણો જવાબદાર છે. પહેલું ત પારિવારિક સમસ્યા અને બીજુ રાજકિય ફાયદો. પોલીસ સમગ્ર કેસની તપાસ કરે છે,સબંધિતોની પુછપરછ ચાલું છે.

અપહરણ કેસનાં આરોપી રાજુ સરકાર મકાન બનાવવા વાળા મિસ્ત્રીનું કામ કરે છે. જ્યારે અન્ય આરોપી મંડલ ગ્રિલ ફેક્ટરીમાં નોકરી કરે છે. સરકાર અને મંડલ બન્ને દાર્જીલીંગ જિલ્લાનાં નક્સલબાડી વિસ્તારમાં રહે છે. બન્ને આરોપીએ એ ભાજપી નેતા બટબ્યાલનાં ઘરે કામ કર્યુ હતું. અપહરણ કર્યાનાં એક દિવસ પહેલા બન્નેએ બટબ્યાલ સાથે મુલાકાત કરી હતી.

પોલીસ અધિક્ષકે જણાંવ્યું કે, તપાસમાં માલુમ થયું છે કે,અપહરણ દરમિયાન કોઈ પણ પ્રકારનો વિરોધ કરાયો નથી. ઘટના બની ત્યારે પાડોશીઓને પણ શોર-બકોર સંભળાયો નહિં. શનિવારે રાત્રે પોલીસે બટબ્યાલની ધરપકડ કરીને પુછપરછ કરી હતી. ત્યારબાદ તેમની પુત્રીનું લોકેશન જાણવા મળ્યું. ભાજપ પ્રવેશ પહેલા બટબ્યાલ ટીએમસીમાં જિલ્લા સમિતીનાં સદસ્ય હતાં. ભાજપનાં જિલ્લાસ્તરનાં નેતાઓનું કહેવું છે કે, અપહરણમાં ટીએમસીનાં ગુંડાઓનો હાથ છે.

READ ALSO

Related posts

આજે અરૂણ જેટલી મોદી સાથે હોત તો ન ફૂકાયો હોત મંદીનો વાયરો, સરકારના હતા સંકટમોચક

Riyaz Parmar

અમિત શાહ સહિતના નેતાઓએ અરૂણ જેટલીને આપી શ્રદ્ધાંજલી

Nilesh Jethva

અરૂણ જેટલીનું 67 વર્ષની ઉંમરે થયુ નિધન, રવિવારે નિગમબોધ ઘાટમાં કરાશે અંતિમ સંસ્કાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!