GSTV
Gujarat Government Advertisement

પશ્ચિમ બંગાળ: હાવડામાં ભાજપના નેતાની રેલીમાં પથ્થરમારો, ટીએમસી પર લગાવ્યા આક્ષેપો

Last Updated on April 7, 2021 by Pritesh Mehta

પશ્ચિમ બંગામાં વિધાનસભા ચૂંટણીઓ ચાલી રહી છે. જેમાં હાલ ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. અને ચોથા તબક્કાનું મતદાન આગામી 10મીના રોજ યોજાશે જેને લઈને રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારમાં હિંસાના કિસ્સાઓ પણ સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહયું છે. ત્યારે વધુ એક હિંસાની ઘટના હાવડામાં બની છે જ્યાં ભાજપના એક નેતાની રેલીમાં પથ્થરમારો કરવામાં આવ્યો છે.

પશ્વિમ બંગાળના હાવડામાં ભાજપના નેતા શાહનવાઝ હુસૈનની રેલીમાં પથ્થરમારો કરવામાં આવ્યો. ભાજપનો આક્ષેપ છે કે, ટીએમસીના કાર્યકરોએ આ પથ્થરમારો કર્યો. પથ્થરમારાની ઘટના અંગેની જાણકારી ખુદ શાહ નવાઝ હુસૈને આપી. તેઓ જ્યારે હાવડામાં રેલીને સંબોધી રહ્યા હતા ત્યારે પથ્થમારો કરવામાં આવ્યો હતો.

આ ઘટનામાં ભાજપના કાર્યકરો ઘાયલ થયા હતા.  જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટના બાદ શાહનવાઝ હુસૈને જણાવ્યુ હતુ કે, રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી ચૂંટણીમાં હારી રહ્યા છે. જેથી ટીએમસીના ગુંડાઓ પથ્થરમારા જેવી ઘટનાને અંજામ આપી રહ્યા છે.

પશ્વિમ બંગાળમાં અત્યારે ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. ચોથા તબક્કાની ચૂંટણીનું મતદાન 10મી એપ્રિલના રોજ થશે. આ તબક્કામાં 44 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

લખનઉના મેડિકલ સુવિધાથી વંચિત ગામમાં કોરોના જેવાં લક્ષણોથી 15નાં મોત, ગ્રામ્યજનોમાં ફફડાટ

Dhruv Brahmbhatt

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

તૌકતે વાવાઝોડાની અસર: કર્ણાટકના 73 ગામો થયા પ્રભાવિત, મેંગલોરમાં પલટ્યું જહાજ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!