GSTV
Election 2021 India News ટોપ સ્ટોરી

Election : પશ્ચિમ બંગાળ મતદાન પહેલા TMC કાર્યાલયમાં કાર્યાલય પાસે આ ધમાકો, કોંગ્રેસ અને ડાબેરી પક્ષ પર આરોપ

બંગાળ

પશ્ચિમ બંગાળમાં શનિવારે વિધાનસભાની ચૂંટણીની શરૂઆત થશે, પ્રથમ તબક્કા માટે 27મી તારીખે મતદાન શરૂ થશે. જોકે તેના એક જ દિવસ પહેલા શુક્રવારે ટીએમસીના કાર્યાલય પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. બાંકુરાના જોયપુર વિસ્તારમાં ટીએમસી કાર્યાલય પાસે આ ધમાકો થયો હતો. ટીએમસીએ આ ઘટના પાછળ ડાબેરી અને કોંગ્રેસને જવાબદાર ઠેરવ્યા હતા.

આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થઇ ગયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં યોજાવા જઇ રહી છે જેમાં પ્રથમ તબક્કા માટે 27મી માર્ચે મતદાન યોજાશે, જેમાં 30 બેઠકોને આવરી લેવામાં આવશે.

191 મતદારો મેદાનો

આ મોટા ભાગની બેઠકો નક્સલ પ્રભાવીત જંગલ મહલ પ્રાંતમાં આવેલી છે. 73 લાખ મતદારો પ્રથમ તબક્કામાં 191 ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. નક્સલ પ્રભાવીત વિસ્તાર હોવાથી મોટા પ્રમાણમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ઇલેક્શન કમિશને કેન્દ્રીય સૈન્ય દળની 684 કંપનીને તૈનાત કરી છે જે 10288 મતદાન મથકોની સુરક્ષા કરશે. કોરોના મહામારી વચ્ચે પુરૂલીઆમાં નવ, બંકુરામાં ચાર, જારગ્રામમાં ચાર, પશ્ચિમ મેદિનિપુરમાં છ અને પુરબામાં સાત બેઠકો પર મતદાન થશે. ટીએમસી અને ભાજપ બન્નેએ આ વિસ્તારોમાં કુલ 29 ઉમેદવારો ઉતાર્યા છે.

જ્યારે ડાબેરી અને કોંગ્રેસે ગઠબંધન કરીને 30 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતાર્યા છે. 2016માં આ 30 બેઠકોમાંથી 27 પર ટીએમસીએ જીત મેળવી હતી જ્યારે કોંગ્રેસને બે અને આરસેપીને એક બેઠક મળી હતી. જોકે ગત લોકસભાની ચંૂટણીમાં ભાજપે મોટી એન્ટ્રી સાથે આ પ્રાંતમાં લોકસભાની પાંચ બેઠકો જીતી લીધી હતી.

આસામમાં પણ આજે મતદાન

પશ્ચિમ બંગાળની સાથે આસામમાં પણ 27મી માર્ચે મતદાન શરૂ થવા જઇ રહ્યું છે. 126 બેઠકોમાંથી 47 પર પ્રથમ તબક્કામાં મતદાન થશે. જેમાં આસામના વર્તમાન મુખ્ય મંત્રી સર્બાનંદ સોનોવાલ, સ્પીકર હીતેન્દ્રનાથ ગોસ્વામી, રાજ્યના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ રીપુન બોરાહ અને અનેક મંત્રીઓનું ભાવી પણ આ પ્રથમ તબક્કામાં નક્કી થશે.

આસામમાં પ્રથમ તબક્કામાં જે 47 બેઠકો પર મતદાન યોજાવા જઇ રહ્યું છે તેમાં ભાજપ, એજીપી ગઠબંધન અને કોંગ્રેસનું વિપક્ષ ગઠબંધન એમ ત્રિપાંખીયો જંગ થવાની શક્યતાઓ છે. આસામમાં કુલ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે જેમાં પ્રથમ તબક્કાનું 27મીઓ યોજાશે જે બાદ પ્રથમ એપ્રીલે બીજા અને 6 એપ્રીલે ત્રીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે. આસામમાં પ્રથમ તબક્કામાં 47 બેઠકો પર 264 ઉમેદવારો કે જેમાં 23 મહિલાઓ છે તેમનું ભવિષ્ય નક્કી થશે.

Read Also

Related posts

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel
GSTV