GSTV
India News Trending Videos

આસનસોલની પેટાચૂંટણીના મતદાનમાં હિંસા ભડકી, ભાજપના નેતાને બુથ છોડવા અપાઈ ધમકી

પશ્ચિમ બંગાળના આસનસોલમાં લોકસભા બેઠક પર યોજાઈ રહેલી પેટાચૂંટણીના મતદાનમાં હિંસા ભડકી ઉઠી છે. આ દરમિયાન લાઠીચાર્જ પણ કરવાની નોબત આવી. આ હિંસામાં સેંકડો લોકો ઘાયલ થયાના અહેવાલ છે.. ભાજપના ઉમેદવાર અગ્નિમિત્ર પોલે આરોપ મૂક્યો છે કે, ટીએમસીના લોકોએ અમારી પર હુમલો કર્યો છે. અમારા કાફલા પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ પણ કોઈ પગલાં નથી ભરી રહી.

સુરક્ષાકર્મીઓને વાંસના ડંડાથી માર માર્યો હતો. આ સીટ પર ભાજપના ઉમેદવાર અગ્નિમિત્ર પોલ મેદાનમાં છે. જ્યારે ટીએમસી તરફથી શત્રુઘ્ન સિંહા પણ વાહ-વાહી કરી રહ્યા છે. આસનસોલના બારાબોનીના બુથ નંબર 175 અને 176 મતદાન દરમિયાન તણાવની સ્થિતિ પેદા થઈ હતી. ભાજપના ઉમેદવાર અગ્નિમિત્ર પોલને બુથ છોડવાનું કહેવામાં આવ્યું હતું. જ્યાં એકઠા થયેલા લોકોએ તેમના હાજર રહેવા પર સવાલ ઉઠાવ્યો હતો.

હિંસા બાદ પોલીસ અને સુરક્ષાકર્મીઓને તૈનાત કરી દેવાયા હતા. આસનસોલ લોકસભા સીટ સહિત વિધાનસભા બેઠકો પર મતદાન કરાવવા કેન્દ્રીય સુરક્ષાદળની કુલ 133 કંપનીઓ તૈનાત કરાઈ છે. ચૂંટણીપંચે આસનસોલના 2012 મતદાન કેન્દ્રો પૈકી કુલ 680 બાલીગંજના તમામ 300 મતદાન કેન્દ્રો સંવેદનશીલ જાહેર કર્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV