GSTV
Gujarat Government Advertisement

બંગાળમાં એન્ટ્રી કરતા પહેલા જ ઔવેસીને લાગ્યો મોટો ઝાટકો, AIMIMના પ્રદેશ અધ્યક્ષ અબ્દુલ કમાલ TMCમાં જોડાયા

Last Updated on January 9, 2021 by Mansi Patel

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને મોટો ઝટકો લાગ્યો છે. પશ્ચિમ બંગાળ AIMIMના પ્રદેશ પ્રમુખ એસ.કે. અબ્દુલ કલામ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. આ દરમિયાન અબ્દુલ કલામની સાથે પાર્ટીના ઘણા કાર્યકરો પણ તૃણમુલ કોંગ્રેસમાં સામેલ થયા હતા.

AIMIMના નેતા અને તેમના સમર્થકો ટીએમસીના વરિષ્ઠ નેતા અને રાજ્ય સરકારના મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યની ઉપસ્થિતિમાં ટીએમસીમાં જોડાયા. કોલકાતામાં ટીએમસી મુખ્યાલયમાં પાર્ટીમાં સામેલ થયા બાદ કલામે કહ્યું કે, ‘પશ્ચિમ બંગાળમાં ઘણા વર્ષોથી શાંતિનો માહોલ હતો. હવે મે હાલ પ્રસરી રહેલી ઝેરીલી હવાને દૂર રાખવા માટે પાર્ટી બદલી ટીએમસીમાં જોડાવવાનો નિર્ણય લીધો.’

બંગાળમાં ઔવેસીના પક્ષની એન્ટ્રીનો સમય અયોગ્યઃ અબ્દુલ કલામ

અબ્દુલ કલામે સાથે જણાવ્યું કે,‘AIMIMએ ઘણા સમય અગાઉ જ પશ્ચિમ બંગાળમાં પ્રવેશવાનો પ્રયાસ કરવો જોઇતો હતો. હાલના સમયે AIMIMની પશ્ચિમ બંગાળમાં એન્ટ્રી કરવી એ રાજકીય એન્ટ્રી માટેનો યોગ્ય સમય નથી. પશ્ચિમ બંગાળમાં AIMIMની એન્ટ્રીથી માત્ર બિનજરૂરી રીતે વોટ કપાશે. જેની જરૂર નથી.’ બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં 5 બેઠકો જીત્યા બાદથી અસદુદ્દીન ઔવેસીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021માં પોતાના ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી હતી. તેમની જાહેરાત કર્યા બાદ જ પશ્ચિમ બંગાળના AIMIMના પ્રદેશ અધ્યક્ષ રહેલા અનવર પાશાએ ઔવેસીથી અંતર કરતા મમતા બેનર્જીના પક્ષ તૃણમુલ કોંગ્રેસમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો.

ફુરફુરા શરીફ દરગાહને રાજકરણ સાથે જોડાતા થયો વિવાદ

અમુક સમય અગાઉ ફુરફુરા શરીફના પીરજાદા સાથે મુલાકાત કર્યા બાદ ઔવેસીએ કહ્યું હતું કે, અબ્બાસ સિદ્દીકી જ તેમના પક્ષના સર્વેસર્વા રહેશે. તેઓ કહેશે તે રીતે જ તેમનો પક્ષ બંગાળમાં આગળ વધશે. ઔવેસીના આ નિર્ણયથી મુસ્લિમો ઉપરાંત AIMIMના નેતાઓ અને કાર્યકરો પણ નારાજ થયા હતા. અબ્દુલ કલામના ટીએમસીમાં જવા પાછળનું કારણ પણ એ જ મનાય રહ્યું છે. રાજ્યના ઘણા મુસ્લિમ ધર્મગુરુઓએ ફુરફુરા શરીફ દરગાહને રાજકરણ સાથે જોડવાનો વિરોધ કર્યો હતો. 3 મહિનામાં ઔવેસીના પક્ષના 2 પ્રદેશ અધ્યક્ષ ટીએમસીમાં જોડાયા છે. ઔવેસીના પક્ષ પર દરેક સ્થળે મુસ્લિમ વોટ કાપી ભાજપને ફાયદો પહોંચાડવાનો આરોપ લાગતો રહ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!