GSTV
India

પશ્ચિમ બંગાળ : રામ રાખે તેને કોણ ચાખે, 13 કલાક પૂરમાં તણાયેલી વૃદ્ધાનો બચાવ!

પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધવાન જિલ્લામાં 62 વર્ષીય વૃદ્ધ મહિલા તાપ્તી ચૌધરીનો પૂરમાં તણાવાની ઘટનામાં ચમત્કારીક બચાવ થયો છે.

આ વૃદ્ધા 13 કલાક સુધી દામોદર નદીની તેજધારાઓમાં વહેતી રહી અને 80 કિલોમીટર દૂર સુધી તણાઈ હતી. પણ રામ રાખે તેને કોણ ચાખે. શનિવારે સાંજે તાપ્તી ચૌધરી નામની વૃદ્ધા દામોદર નદીનું પુર જોવા માટે ગઈ હતી. અહીં તે નદીમાં પડી જવાથી પૂરના પાણીમાં તણાઇ ગઇ હતી.

વૃદ્ધાએ બચાવા માટેની બૂમો પાડી, પણ આસપાસ તેને બચાવવા માટે કોઈ નહોતું. આખી રાત તે નદીના વહેણમાં તણાતી રહી અને જીવ બચાવવા માટેની કોશિશો કરતી રહી હતી. રવિવારે સવારે તેને માછીમારોએ જોઈ હતી અને બાદમાં તેને બચાવી લેવામાં આવી હતી.

તાપ્તી ચૌધરી હુગલી જિલ્લાના પરસુરામાં મરકુંડા ફેરી ઘાટ ખાતે પહોંચી હતી. આ સ્થાન તેના ગામથી 80 કિલોમીટર દૂર હતું. ચમત્કારીક રીતે બચી જવા પામેલી વૃદ્ધાને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Related posts

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ

Zainul Ansari

સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ

Zainul Ansari

દિલ્હીના નવા ઉપ રાજ્યપાલની જાહેરાત, વિનય કુમાર સક્સેના અનિલ બૈજલનું સ્થાન લેશે

Zainul Ansari
GSTV