GSTV
Gujarat Government Advertisement

ચૂંટણી સર્વોપરિ/ સાધુ સંતોને કુંભસ્નાન બંધ કરવા પીએમ મોદીની અપીલ, ચૂંટણી પ્રચારમાં નેતાઓના અવાજ થી જ કોરોના ભાગે છે દૂર

Last Updated on April 17, 2021 by Harshad Patel

દેશમાં કોરોનાની વિકરાળ બનતી જતી સ્થિતિમાં હવે પીએમ જાગ્યા હોય તેવું લાગે છે. આજે તેમણે ટ્વિટરના માધ્યમથી સાધુ સંતોને કુંભ સ્નાન બંધ કરવાની વિનંતી કરી. પરંતુ રાજકારણીઓને તો પોતાના પડી હોય, પછી કોઈપણ પક્ષ હોય. હાલ ચૂંટણીનો માહોલ ધરાવતા રાજ્યોમાં નેતાઓ રોજબરોજ લાખોની ભીડ ભેગી કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા પીએમ મોદી પોતે પણ પશ્ચિમ બંગાળમાં મોટી રેલીઓ યોજી ત્યારે પણ રાજ્યના 10 જેટલા રાજ્યોમાં કોરોનાની સ્થિતિ બગડી હતી. ગુજરાત જેવા રાજ્યોમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછીના પરિણામોએ ગુજરાતને કોરોનાની ખપ્પરમાં હોમી દીધું છે. ત્યારે આ વાતથી ધડો લેવાને બદલે રાજકીય નેતાઓ પશ્ચિમ બંગાળ સહિત ચૂંટણી ટાણે રેલીઓ અને ભીડ ભેગી કરવામાં પાછી પાની કરતા નથી.

પશ્ચિમ બંગાળમાં રેલીઓ નહીં રેલાઓ કરી રહ્યા

છેલ્લા પાંચ દિવસથી દેશમાં કોરોનાના 1 લાખથી વધારે નવા પોઝીટીવ કેસ આવે છે. ત્યારે પીએમ મોદીએ સાધુ સંતોને કુંભ મેળામાં સ્નાન બંધ કરી કુંભ મહોત્સવ પૂર્ણ કરવા વિનંતી કરી છે. પરંતુ ગૃહમંત્રી અમિતશાહ તેમજ ભાજપા પ્રમુખ જેપી નડ્ડા પશ્ચિમ બંગાળમાં રેલીઓ નહીં રેલાઓ કરી રહ્યા છે. મમતા દીદી પણ પગમાં ઈન્જરી છતાં એડીચોડીનું જોર લગાવી ખુરશીઓમાં બેસીને પ્રચાર કરી રહ્યા છે. ત્યાં કોરોનાથી પરિસ્થિતિ નહીં બગડે. ચૂંટણી પ્રચારમાં થતી ભીડમાં નેતાઓના અવાજથી જ કોરોના દૂર જતો રહે છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ હતું કે, આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરીજી સાથે આજે ફોન પર વાત કરી. તમામ સંતોના હાલચાલ જાણ્યા. તમામ સંતગણ પ્રશાસનને દરેક પ્રકારે સહયોગ કરે છે. મેં તેના માટે સંત જગતનો આભાર વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યુ હતું કે, મેં પ્રાર્થના કરી છે કે, શાહી સ્નાનને ખતમ કરવામાં આવે, અને હવે કુંભમાં કોરોનાના સંકટને જોતા પ્રતિકાત્મક જ રાખવામાં આવે. તેનાથી આ સંકટની લડાઈમાં વધુ એક તાકાત મળશે.

તો વળી વડાપ્રધાન મોદીના નિવેદન બાદ મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરીએ કહ્યુ હતું કે, માનનીય પ્રધાનમંત્રીજીના આહ્વાનનું અમે સન્માન કરીએ છીએ. સ્વયં અને અન્યોની જીવની રક્ષા એક પુણ્ય છે. મારુ ધર્મ પરાયણ જનતાથી આગ્રહ છે કે, કોવિડની પરિસ્થિતીને જોતા તમામ પ્રકારના નિયમોનું પાલન કરો.

લોકોએ જ સાવધ થવાની છે જરૂર

કોરોનાની વિકટ પરિસ્થિતિમાં હોસ્પિટલોમાં પણ જગ્યા નથી કે સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે પણ વેઈટિંગ જોવા મળી રહ્યું છે. લોકોને એટલી જ વિનંતી કે તમે તમારું ધ્યાન આપો. સોશ્યલ ડિસ્ટન્સ જાળવો, માસ્ક પહેરો. વેક્સિન લેવાનો આગ્રહ રાખો. ભીડભાડમાં જવાનું ટાળો. કામકાજ વગર ઘરની બહાર જવાનું ટાળો. સોસાયટીના નાકે બેસી ગપ્પા મારવા, ટોળે ભેગા વળવાનું ટાળો. હાલની સ્થિતિમાં કોરોના પર કન્ટ્રોલ લેવા આપણે જ હવે સજાગ બનવું પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!