GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશરની સ્થિતિ યથાવત, 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

રાજ્યમાં અષાઢી માહોલ જામ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશરની સ્થિતિ યથાવત છે, જેને પગલે સૌરાષ્ટ્રમાં હજુ ભારે વરસાદ પડશે તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ છે.

ઝોન રીતે ક્યાં કેટલો વરસાદ?

ઝોનવરસાદ(ટકામાં)વરસાદ(ઈંચમાં)
સૌરાષ્ટ્ર૪૧.૭૦૧૨
કચ્છ૩૩.૪૫૫.૫
દક્ષિણ ગુજરાત૧૩.૫૬
મધ્ય ગુજરાત૧૫.૫૮
ઉત્તર ગુજરાત૧૩.૧૨

રાજ્યમાં અત્યાર સુધીમાં 27 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ 9 જુલાઈથી વરસાદનું જોર ઘટી શકે છે. ભારે વરસાદને પગલે રાજ્યના માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત પવનની ગતિ 40થી 60 કિલોમીટર પ્રતિ કલાક રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં સતત બે વર્ષ અછતના ઓછાયા બાદ ફરી મેઘરાજાએ મહેર વરસાવી છે. આ વખતે ચોમાસા પહેલા જ પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ શરૂ થઇ ગયો હતો. જ્યારે ચોમાસાની શરૂઆતમાં જ વ્યાપક વરસાદ પડવાને કારણે અષાઢના 16 દિવસમાં જ સરેરાશ સામે સિઝનનો 22.04 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 6 દિવસમાં જ વરસાદમાં 6.24 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં અત્યારસુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ પડતો હતો અને સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત પણ દક્ષિણ ગુજરાતથી થતી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ પેટર્ન બદલાઇ હોય તેમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજાની મહેર જોવા મળી છે.

સૂકા પ્રદેશ ગણાતા સૌરાષ્ટ્રમાં સિઝનનો 41.70 ટકા અને કચ્છમાં 33.45 ટકા વરસાદ નોંધાયો છે. જેની સામે દક્ષિણ ગુજરાતમાં માત્ર 13.56 ટકા, ઉત્તર ગુજરાતમાં 13.12 ટકા અને મધ્ય ગુજરાતમાં 15.58 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 14 જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 25 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ખંભાળિયામાં 24 કલાકમાં જ 19 ઇંચથી વધુ વરસાદ પડતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સિઝનનો 90 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જ્યારે પોરબંદરમાં 71.34 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યના કુલ 251 તાલુકા પૈકી અત્યારસુધીમાં એકપણ તાલુકો એવો નથી કે જ્યાં સિઝનનો વરસાદ પડ્યો ન હોય. 103 તાલુકામાં 5થી 10 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.

જ્યારે 5 તાલુકામાં તો 20થી 40 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. 50 તાલુકામાં 10થી 20 ઇંચ, 77 તાલુકામાં 2થી 5 ઇંચ અને 16 તાલુકામાં 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે નદીઓ અને જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઇ છે. રાજ્યના 205 જળાશયો પૈકી 9 જળાશયો 90 ટકાથી વધુ ભરાતા હાઇ એલર્ટ વોર્નિંગ જારી કરવામાં આવી છે. જ્યારે 80થી 90 ટકા સુધી ભરાયેલા 4 ડેમમાં એલર્ટ અને 70થી 80 ટકા સુધી ભરાયેલા 3 ડેમમાં વોર્નિંગ જારી કરાઇ છે. જોકે, હજુ 189 ડેમ 70 ટકાથી ઓછા ભરાયા છે.

READ ALSO

Related posts

બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય, અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ

Nilesh Jethva

વડોદરામાં બુટલેગરનો તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ, દારુના બોટલના આકારની બનાવી હતી કેક

Nilesh Jethva

આગામી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સી.આર.પાટીલ પહોંચ્યા ડાંગ, મંગળ ગાવીતને લઈને સસ્પેન્સ યથાવત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!