GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

જાણો ગુજરાતના કૂવા અને વાવ વિશે વિગતે એક જ ક્લિક પર

ભમરિયો કૂવો આવું નામ સાંભળ્યુ છે આખરે ક્યાં આવેલો છે આ ભમરિયો કૂવો. જૂનાગઢના સક્કરબાગના ઇતિહાસની તોલે પણ કોઇ ન આવે.તો જૂનાગઢના દાત્રાણા ગામ સાથે ગાંધીજીનો જૂનો સંબંધ છે.શું છે વિશેષતા જોઇએ આ અહેવાલમાં

કારીગરીનો એક ઉત્તમ નમૂનો ખેડા જિલ્લાના મહેમદાવાદમાં જોવા મળે છે. નામ એનું ભમરિયો કૂવો.કૂવો નામ ધરાવતી આ વાવ ખાસ્સી પહોળી છે, ચારે તરફ વિશિષ્ટ બાંધકામ ધરાવે છે. સાત માળ ઊંડા કૂવાના દરેક માળે ફરતા ઝરૃખા જેવા ઓરડાઓ છે. જાળવણીના અભાવે હવે માત્ર ત્રણ માળ સુધી અને એ પણ મુલાકાતીઓ હિંમત કરે તો જઈ શકાય એમ છે. આઠ ખૂણિયા કૂવાની સપાટી પર કાંઠાની બાજુમાં વળી બીજા ચાર ગોળાકાર છે. પરંતુ એ આકાર તૂટી ગયા હોવાથી શા માટે બંધાયા હશે એ સમજી શકાતુ નથી.

જૂનાગઢના સક્કરબાગનું મહત્ત્વ માત્ર સિંહ માટે નથી. હકીકતે સક્કરબાગ દેશનું સૌથી જૂનુ ઝૂ છે. છેક ૧૮૬૩માં એટલે કે ૧૫૫ વર્ષ પહેલા તેની શરૃઆત થઈ હતી. અત્યારે જૂનાગઢ ઝૂની ગણતરી દેશના ચાર સૌથી મોટા ઝૂમાં થાય છે. ગુજરાતમાં અમદાવાદના કાંકરિયા સહિતના પ્રાણી સંગ્રહાલય છે, પરંતુ સક્કરબાગ આગળ એ બધા ફિક્કા લાગે છે. પ્રાણીની સંખ્યા અને સંરક્ષણ બન્ને રસ્તે જૂનાગઢ ઝૂએ અનેક કિર્તીમાન નોંધાવ્યા છે.

ગાંધીજીનું બાળપણ જૂનાગઢ પાસે આવેલા નનાકડા દાત્રાણા ગામે પસાર થયું હતું. દાત્રાણા મોહનદાસનું મોસાળ એટલે કે તેમના માતા પૂતળીબાનું ગામ હતું. પૂતળીમાનો જન્મ જૂનાગઢ પાસેના દાત્રાણા ગામે થયો હતો, સંભવત: ૧૮૩૯ના વર્ષમાં થયો હતો. સદ્ભાગ્યે દોઢસો-પોણા બસ્સો વર્ષ પછી હજુય દાત્રાણામાં પૂતળીબાનું કહી શકાય એ ઘર મોજૂદ છે. કાળક્રમે મકાનના માલિકો બદલાયા છે અને રિપેરિંગ પણ થયું છે. પરંતુ જુનવાણી બાંધણી, જાડી દીવાલો, દેશી સ્ટાઈલનું બાંધકામ વગેરે ૧૯મી સદીની સફર કરાવવા માટે પૂરતાં છે.

૧૭૨૧માં બંધાયેલો ડાંગનો આ કિલ્લો ડાંગી આર્કિટેક્ટનો સંભવત: એકમાત્ર નમૂનો છે. દોઢેક હજાર ફૂટ ઊંચે ટેકરી પર આવેલા કિલ્લા સાથે હનુમાનજીનું મંદિર પણ છે.  ડાંગના પ્રવાસનનો ઘણો પ્રચાર થયો છે, પણ આ કિલ્લો તેમાંથી બાકાત રહી ગયો છે. આહવાથી ૪૫ કિલોમીટર દૂર આ કિલ્લો આવેલો છે.  એક સમયે તો ડાંગ વિસ્તારમાં આદિમાનવ પણ ભ્રમણ કરતા હતા. ડાંગ જિલ્લાના પાંડવા ગામ પાસેથી બે લાખ કરતા વધુ પ્રાચીન ગુફા પણ મળી આવી છે. સંભવત: આદિમાનવ ત્યાં રહેતા હોવા જોઈએ.

ચોટીલાના ચોબારી ગામે આવેલી વાવમાં પ્રવેશવા માટે ચારેય દિશાએથી પગથિયા કોતરવામાં આવ્યા છે. આખા ગુજરાતમાં આવી વાવ બીજે ક્યાંય નથી. કદાચ ભારતમાં પણ નહીં હોય. સ્થાપત્યની દૃષ્ટિએ આ વાવને ગુજરાતનું ઘરેણું ગણવું જોઈએ. પરંતુ અત્યારે તો ચારેય દિશાએથી વાવમાં ઘૂળ પડી રહી છે અને થોડો-ઘણો ભાગ બહાર દેખાય છે એ દટાઈ રહ્યો છે. ૯૦ ફીટ ઊંડી વાવમાં ચોમાસા પુરતું પાણી ભરાય છે. પરંતુ અશુદ્ધિને કારણે પાણી કશા ઉપયોગમાં લઈ શકાતું નથી.

 

 

Related posts

અયોધ્યામાં ભૂમિપૂજનનું મુહૂર્ત બતાવનાર પૂજારીએ મળી ધમકી, કાર્યક્રમમાં સામેલ ન થવાની આપી ચેતવણી

Pravin Makwana

રક્ષાબંધનના દિવસે સાબરકાંઠા પોલીસની આ કામગીરી જોઈ લોકો ચોંકી ગયા

Nilesh Jethva

સુશાંત સિંહના પિતાએ આ તારીખે જ મુંબઈ પોલીસને કહ્યું હતું કે, મારા પુત્રના જીવને છે જોખમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!