GSTV

દિલ્હીમાં બધું જ મફતમાં આપવા છતાં સરકારનો ખજાનો છલકાયો, અન્ય રાજ્યોની સરખામણીએ GDPમાં પણ આગળ

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલી શાનદાર જીત બાદ હવે એવી વાતો થવા લાગી છે કે, કેજરીવાલ સરકાર ટેક્સપેયર્સના પૈસા મફતિયું આપવામાં ઉડાવી રહ્યા છે. પણ તેમાં કેટલી સચ્ચાઈ છે, શું કેજરીવાલ દિલ્હી સરકારનો ખજાનો ખાલી કરી રહ્યા છે. જુઓ આ વિશ્લેષણ.

આમ આદમી પાર્ટીએ પોતાના શાસનમાં ઝડપી વૃદ્ધિની સાથે સાથે રાષ્ટ્રીય જીડીપીમાં પણ પોતાની ભાગીદારી વધારી છે. દિલ્હીના જીડીપીમાં પાંચ વર્ષમાં 11.8 ટકાનો વધારો થયો છે. અહીં ઉલ્લેખનીય છે કે, 2020ની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ આપ પાર્ટી ફરી એક વાર દિલ્હીમાં સત્તાના સિંહાસને બિરાજવા જઈ રહ્યું છે. આ ચૂંટણીમાં આપ પાર્ટીએ 62 સીટ પર જીત મેળવી છે, જ્યાં ભાજપ 8 સીટમાં ભોંયતળીયે બેસી ગયું છે.

આ છે કેજરીવાલ સરકારની મફત યોજનાઓ

  • મહિલાઓ માટે મફત બસ યાત્રા
  • 200 યુનિટ સુધી મફત વિજળી
  • 20 હજાર લીટરથી ઓછા પાણી પર કોઈ બિલ નહીં
  • અતિ ગરીબ બાળકોની 100 ટકા ફી માફ
  • 200 મોહલ્લા ક્લિનિકમાં મફત સારવાર, દવાઓ અને ટેસ્ટ
  • ગરીબો માટે ખાનગી હોસ્પિટલમાં સર્જરી મફત
  • રોડ અકસ્માત અને આગના કિસ્સામાં મફત સારવાર
  • વૃ્દ્ધ લોકો માટે મફતમાં તીર્થ યાત્રા
  • વિજળીથી લઈ પાણી સુધી બધુ ફ્રી

કેજરીવાલ સરકારના મફત વિજળીનો ફાયદો 26 લાખ ગ્રાહકોનો થયો છે, જેમણે 200 યુનિટથી ઓછો વપરાશ કર્યો છે. જ્યારે 14 લાખ લોકોએ 200થી 400 યુનિટ સુધીનો વપરાશ કર્યો છે. દિલ્હીમાં કુલ 47 લાખ વિજળી કનેક્શનના ગ્રાહકો છે. 2018-19માં કેજરીવાલ સરકારે 1699 કરોડ રૂપિયા ફક્ત વિજળીની સબ્સિડી માટે જ આપ્યા છે. વિતેલા દિવસોમાં વિજળીના દરમાં કોઈ વધારો કર્યો નથી. તેમ છતાં પણ દિલ્હીમાં વિજળી બિલ સૌથી ઓછુ આવે છે.

પાણી પર લગભગ સાડા ચારસો કરોડની સબ્સિડી પહેલા જ આપી દીધી છે. મફત મેટ્રોની સફરની સુવિધામાં પણ 1500 કરોડથી વધારીને 2000 કરોડ કરી દીધા છે. ઉપરાંત ડીટીસી બસમાં મહિલાઓની મફત મુસાફરી પર દિલ્હી સરકાર વર્ષે 140 કરોડનો ખર્ચ કરશે.

દિલ્હી સરકારનો ખજાનો સરપ્લસમાં છે !

અરવિંદ કેજરીવાલ સરકારનો ખજાનો મફત વિજળી અને પાણી આપવા છતાં પણ સરપ્લસમાં ચાલે છે. સરકારને આ યોજના માટે કોઈ પણ પ્રકારનું દેવું કર્યું પડ્યું નથી. કેન્દ્ર તરફથી મળતી મદદ ઘટવા છતાં પણ દિલ્હી સરકારનું રેવન્યૂ છલકાઈ છે. 2016-17 અને 2017-18માં કેન્દ્ર તરફથી અનુક્રમે 2825 કરોડ અને 2184 કરોડ રૂપિયાની સહાય મળી હતી. આટલા ખર્ચ કરવા છતાં પણ 2019માં દિલ્હી સરકારે રેવન્યૂ સરપ્લસ 4931 કરોડનો આપ્યું છે.

શિક્ષણ અને સ્વાસ્થ્ય પર મન મુકીને કર્યો ખર્ચ

આમ આદમી પાર્ટી સરકારે દિલ્હીમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ઘણો ખર્ચ વધાર્યો છે. દેશના અન્ય રાજ્યોએ સરેરાશ જ્યાં 14.8 ટકા ખર્ચ કર્યો છે, ત્યાં દિલ્હી સરકારે તેના પર 25.3 ટકા ખર્ચ કર્યો છે. એવી જ રીતે સ્વાસ્થ્ય પર જ્યાં અન્ય રાજ્યો સરેરાશ 4.9 ટકા ખર્ચ કરે છે, ત્યાં દિલ્હી સરકાર તેના પર 12.5 ટકા ખર્ચ કરે છે.

ક્યાંથી આવે છે પૈસા

દિલ્હી સરકારની આવક ટેક્સ, કેન્દ્રની ગ્રાન્ટ તથા અન્ય લાભમાંથી થાય છે. નાણાકીય વર્ષ 2019-20માં દિલ્હીને ગ્રાન્ટ અને એડના સ્વરૂપે 6717 કરોડ રૂપિયા મળવાનું અનુમાન છે. ઉપરાંત સરકારને બિન ટેક્સ સ્ત્રોતમાંથી લગભગ 800 કરોડ મળવાની આશા છે. જેમાં વ્યાજ અને રોયલ્ટી પણ સામેલ છે.

કેન્દ્ર તરફથી જીએસટી ગ્રાન્ટ

ચાલુ નાણાકીય વર્ષમાં સરકારને જીએસટીથી થતાં નુકસાનની ભરપાઈના રૂપમા 3000 કરોડ રૂપિયા મળવાની આશા છે. જ્યારે ગત વર્ષમા ભરપાઈના સ્વરૂપે 3500 કરોડ મળ્યા હતા.દિલ્હી સરકારને આ વર્ષે એટલે કે, 2019-20માં ટેક્સ રેવન્યૂમાં 42,500 કરોડ રૂપિયા મળવાની આશા છે.

ક્યાંથી બચાવ્યા પૈસા

હકીકતમાં જોઈએ તો, આપ પાર્ટીએ કેપિટલ એક્સપેંડીચરમાં કાપ મુકી તે પૈસા શિક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ ખર્ચ્યા છે. દિલ્હી સરકાર નવી સ્કૂલો અને સ્વાસ્થ્યની બુનિયાદી વિકાસનું કામ ઓછુ થઈ રહ્યું છે અને તેની પાછળ જે ખર્ચ થઈ રહ્યો હતો તે સરકાર હાલમાં હોસ્પિટલ અને સ્કૂલોને સુધારવામાં લગાવી રહી છે. તેમ છતાં પણ રોડ અને પુલ પર દિલ્હી સરકારનો ખર્ચ અન્ય રાજ્યોની સરખામણી ઘણો વધારે છે.

READ ALSO

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!