સુરતનાં હજીરા વિસ્તારમાં એક ટ્રક આગમાં લપેટાયાની ઘટના બનવા પામી છે. હજીરા ઓએનજીસી ચોકડી પર એક ટ્રક સળગી ઉઠી હતી. ટ્રકમાં વેલ્ડીંગનું કામ ચાલતું હતું ત્યારે અચાનક ડીઝલની ટાંકી ફાટતાં બની ઘટના બનવા પામી હતી. ટ્રકમાં અચાનક આગ લાગવાને કારણે વેલ્ડીંગનું કામ કરી રહેલ બે કર્મચારીઓ દાઝી ગયા હતાં. દાઝેલા બેમાંથી એક કર્મચારી ગંભીર રીતે દાઝતા તેને ખાનગી હોસ્પિટલમાં ખેસડયો હતો.