GSTV
Home » News » ભાજપમાં જોડાવવા ઇચ્છતા તમામનું સ્વાગત, નીતિનભાઈએ કોંગ્રેસના અસંતુષ્ટોને આપ્યું આમંત્રણ

ભાજપમાં જોડાવવા ઇચ્છતા તમામનું સ્વાગત, નીતિનભાઈએ કોંગ્રેસના અસંતુષ્ટોને આપ્યું આમંત્રણ

ગુજરાતમાં કોંગ્રેસમાં ડામાડોળ જેવી સ્થિતિ વચ્ચે ગત રોજ નવી દિલ્હી ખાતે બેઠક કરી કોંગ્રેસે આંતરિક નારાજગી ન હોવાનો ખુલાસો કર્યો છે પણ આજે નીતિનભાઈએ કોંગ્રેસમાં આંતરિક કલહ મામલે મોટો ખુલાસો કર્યો છે. નીતિનભાઈનો ઇશારો એ તરફ છે કે, કોંગ્રેસમાંથી કદાવર નેતાઓને ભાજપ લોકસભા પહેલાં ખેંચી શકે છે. નીતિનભાઈનું વિનેદન એટલા માટે સૂચક છે કે, અલ્પેશ ઠાકોર ભાજપમાં કેટલાક ધારાસભ્યો સાથે જોડાય તેવી હવા આજે ઉઠી છે. આ દરમિયાન નીતિનભાઈના આ નિવેદને ગુજરાતના રાજકારણમાં ચકચાર મચાવી છે. કોંગ્રેસનો ભૂતકાળ જ તૂટવાનો રહ્યો છે. શંકરસિંહથી લઇને બાવળિયા તેનું તાજું ઉદાહરણ છે. ભાજપની આ પંરપરા રહી છે કે, ભાજપ જીતવા માટે કોઇ પણ હદ સુધી જઈ શકે છે. ભાજપે અગાઉ પણ કોંગ્રેસના કદાવર નેતાઓને ભાજપમાં સ્થાન આપ્યું છે.  અલ્પેશ ઠાકોર મામલે નીતિનભાઈએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, આ કામ સંગઠનનું છે. જેઓ તે કાર્યવાહી કરી શકે છે. ભાજપમાં જોડાવા ઇચ્છતા તમામનું સ્વાગત, નીતિનભાઈએ અસંતુષ્ટોને આપ્યું ખુલ્લેઆમ આમંત્રણ અાપી દીધું છે.

અલ્પેશ ઠાકોરને મંત્રીપદ આપવાની અપાઈ શકે છે લાલચ

જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ સામે પરાજિત થયા બાદ કોંગ્રેસમાં અસંતોષની આંધી ઉઠી છે. ખાસ કરીને સિનિયર નેતાઓ દ્વારા પોતાની અવગણના થઈ રહી હોવાનો કકળાટ શરૂ કર્યો છે.  આવી સ્થિતિમાં કોંગ્રેસના પ્રથમ વાર ચૂંટાયેલા યુવા નેતા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ જાય તેવી શક્યતાઓ છે. તેમની સાથે કેટલાક અસંતુષ્ટ ધારાસભ્યો અને આગેવાનો પણ કોંગ્રેસ છોડીને જતા રહે તેવી શક્યતાઓ છે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા પ્રમાણે ભાજપે અલ્પેશ ઠાકોરને ઓફર આપી છે કે જો તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવશે તો તેઓને પણ કુંવરજી બાવળીયાની જેમ મંત્રીપદ અપાશે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તો તેને મોટો ફાયદો થાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ઠાકોર સમાજમાં અલ્પેશનું આજે પણ પ્રભુત્વ છે. આ બાબતે અલ્પેશ ઠાકોરે કોઈ ખુલાસો કર્યો નથી પણ સાંસદની ટીકિટ માટે આ પ્રેશર ટેક્ટિસ પણ હોઈ શકે છે.

બાવળિયાની જેમ અલ્પેશને પણ થશે ફાયદો

અત્રે નોંધનીય છે કે પાંચેક મહિના પહેલાં કોંગ્રેસથી કંટાળીને કોળી સમાજના વરીષ્ઠ નેતા કુંવરજી બાવળીયા કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. તેઓને ભાજપે સીધા જ કેબિનેટ મંત્રી પણ બનાવી દીધા હતા. ત્યારબાદ જસદણ વિધાનસભાની યોજાયેલી પેટાચૂંટણીમાં તેમને જીતાડવા માટે સરકારે તમામ મદદ કરી હતી.

કોંગ્રેસમાંથી મજબૂત નેતાઓને ભાજપમાં લેવાના પ્રયાસો તેજ બનાવ્યા

અલ્પેશ ઠાકોરને પણ ભાજપે ઓફર આપી હોવાની વાત છે. લોકસભાની ચૂંટણી આડે હવે માંડ સાડા ત્રણ મહિનાનો જ સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી મજબૂત નેતાઓને ભાજપમાં લેવા માટેના પ્રયાસો ફરીથી તે જ બનાવ્યા છે. અગાઉ પણ થોડો સમય પહેલા સચિવાલયમાં એવી અફવા હતી કે અલ્પેશ ઠાકોર અન્ય ચારથી પાંચ ધારાસભ્યોને લઈને ભાજપમાં જઈ રહ્યા છે પરંતુ એ વાત ખોટી પડી હતી. અફવા બાદ કોંગ્રેસ હાઇકમાન્ડે અલ્પેશ ઠાકોરને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સહપ્રભારી તરીકેની જવાબદારી આપી હતી.

અલ્પેશ ઠાકોર અને અન્ય ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે

તેમજ કેન્દ્રીય પ્રદેશ સંગઠનમાં સ્થાન આપ્યું હતુ પરંતુ હવે ફરીથી અલ્પેશ ઠાકોર અને અન્ય ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. અલ્પેેશ ઠાકોરની અગાઉ પણ અા પ્રકારની હવા ચાલી હતી. હવે ફરી આ ચર્ચા ચાલુ થઈ છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તો બક્ષીપંચના મોટા ભાગના વોટનો કોંગ્રેસને સીધો ફટકો પડી શકે તેમ છે. અલ્પેશ ઠાકોરનું ભાજપમાં જવું ભાજપ માટે ફાયદાકારક છે.. કારણ કે ભાજપ પાસે ઠાકોર સમાજનો એક પણ કદાવર નેતા નથી જે ભીડ એકઠી કરી શકે. અલ્પેશ ઠાકોર મેદની એકઠી કરવામાં માહેર છે. અલ્પેશ ભાજપમાં જોડાય તો કોંગ્રેસનો મોટો ફટકો પડી શકે તેમ છે. આગામી સમય જ બતાવશે કે કેવા સમીકરણો ઘડાય છે પણ ભાજપ માટે બાવળિયાની જેમ આ ફાયદાનો સોદો છે.

Related posts

મુંબઈના એક નાગરિકે એવી ટ્વીટ કરી કે વડોદરામાં આરપીએફ દોડી, આખરે થયો આ ખુલાસો

Bansari

અમદાવાદની આ સભામાં એવો બખેડો થયો કે કોર્પોરેટરો, અધિકારીઓ અને પોલીસની ખૂલી ગઈ પોલ

Arohi

શાળાના મેદાનમાં ગાડી શીખી રહેલી શિક્ષિકાએ વિદ્યાર્થિનીને કચડી નાખી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!