GSTV
Home » News » જ્યોતિષશાસ્ત્ર મુજબ નવા વર્ષે આ રાશિ પર કૃપા રહેશે રાહુ-કેતુની, પૈસાની તંગી નહીં જોવા મળે

જ્યોતિષશાસ્ત્ર મુજબ નવા વર્ષે આ રાશિ પર કૃપા રહેશે રાહુ-કેતુની, પૈસાની તંગી નહીં જોવા મળે

જ્યોતિષશાસ્ત્રમાં રાહુ-કેતુને પાપી ગ્રહ માનવામાં આવ્યા છે. રાહુ કેતુ ન્યાયાધીશ શનિના આદેશ પર કામ કરે છે. મોટાભાગના લોકો રાહુ-કેતુનું નામ સાંભળતા જ ડરી જાય છે કારણકે તેમના રાશિમાં પ્રવેશવાથી માણસના જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. પરંતુ આ વખતે રાહુ-કેતુ કેટલીક રાશિઓને ખુશ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રાહુ-કેતુના રાશિ પરિવર્તનથી પાંચ રાશિના લોકોના જીવનની તકલીફો દૂર થવાની છે આવો જાણીએ કઈ છે આ રાશિઓ…


મેષ રાશિ

મેષ રાશિવાળા લોકો પર રાહુ-કેતુના આશીર્વાદ રહેશે. આ લોકોના જીવનમાં ખુશીઓનું વર્ષા થવાની છે. જીવનસાથીનો પૂરેપૂરો સહયોગ મળશે. ધન સંબંધી સમસ્યાઓ દૂર થશે અને આર્થિક સ્થિતિ સુધરશે.

વૃષભ રાશિ

રાહુ-કેતુના આ પરિવર્તનથી વૃષભ રાશિવાળા લોકોના જીવનમાં સારા પરિણામો આવશે. તેમને મોટી સફળતા મળશે, કોઈને ઉધાર આપેલા પૈસા પાછા મળવાની સંભાવના છે. સમાજમાં પોતાની આગવી ઓળખ બનાવવામાં સફળતા મળશે. ધનલાભ થવાના પણ યોગ છે. પરંતુ જો આ લોકો પોતાના ગુસ્સા પર કાબૂ નહીં રાખે તો મોટું નુકસાન પણ થઈ શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો પર રાહુ-કેતુની કૃપા રહેશે. આ લોકોને પ્રેમ પ્રસંગોમાં સફળતા મળશે અને કામકાજમાં પણ સફળતા મળશે. કોઈના પર જરૂર કરતા વધારે વિશ્વાસ ના કરો કારણકે દગો થવાની સંભાવના છે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવશે. ઘણા સમયથી અટકેલા કામો પણ પૂર્ણ થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ

રાહુ-કેતુની કૃપાથી તમને તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળશે. વૃશ્ચિક રાશિના લોકો માટે આવનારો સમય શુભ રહેશે. દુશ્મનોથી સાવધાન રહો. નોકરિયાત લોકોને નોકરીમાં બઢતીના મળવાના પણ યોગ બની રહ્યા છે. કોઈ પણ કામને કરવામાં ઉતાવળ ના કરશો નહીં તો મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

મકર રાશિ

મકર રાશિના લોકો માટે રાહુ-કેતુના પરિવર્તન શુભ સાબિત થશે. પોતાના પરિવાર સાથે ધાર્મિક યાત્રા થઈ શકે છે. પરિવારનો સહયોગ મળશે. ખોટા કામ કરતા લોકોથી દૂર રહો નહીંતર માન સન્માનને ઠેસ વાગશે. તમારા જીવનમાં અનેક ખુશીઓ આવશે અચાનક ધનલાભ થવાના પણ સંકેત છે.

Read Also

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!