GSTV

અરેરે ! ખરેખર આવી ગયો છે કળિયુગ, પતિ છે પ્લમ્બર અને પત્ની ભાગે છે પાણીથી દૂર

Last Updated on November 29, 2021 by GSTV Web Desk

શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો ગરમ પાણીથી સ્નાન કરવાનું પસંદ કરે છે પરંતુ, કેટલાક લોકો ઠંડીના કારણે નહાવાના નામથી પણ દૂર ભાગી જાય છે. જોકે આવા લોકો એક-બે દિવસના ગેપમાં સ્નાન કરે છે. જો હકીકતમા જોવા જઈએ તો સ્વચ્છતા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ના થવું જોઈએ પરંતુ, ઈંગ્લેન્ડમાં એક એવી સ્ત્રી છે જેને નહાવું બિલકુલ ગમતું નથી. આ સ્ત્રીને અઠવાડિયામાં એક જ વાર સ્નાન કરવું ગમે છે. નાહવાનું નામ સાંભળીને જ તેને ચીડ ચડી જાય છે.

ભલે ગમે તેટલી ઠંડી હોય પણ દરેક ઘરના બાળકોને સ્નાન કરવું કેટલું મહત્ત્વનું છે? તે દરેક ઘરમાં શિક્ષણ આપવામાં આવે છે અને વાસ્તવમાં દરરોજ સ્નાન કરવાના અનેક ફાયદા છે. હાલ આપણે જે સ્ત્રીની વાત કરી રહ્યા છીએ તે છે ઇંગ્લેન્ડના ડોરસેન્ટની નિવાસી નૈટલી કિંગ, જેને નહાવું બિલકુલ ગમતું નથી. તમને જાણીને નવાઈ લાગશે કે નૈટલી વ્યવસાયે શિક્ષિકા છે તેમછતાં તે સ્વચ્છતાની અવગણના કરી રહી છે. તેનો પતિ જેમી પ્લમ્બર છે. તેમ છતાં, નતાલી પાણીથી ઘણી દૂર ભાગી જાય છે.

અહેવાલ પરથી મળતી માહિતી મુજબ આ મહિલા અઠવાડિયામાં એક જ વાર સ્નાન કરે છે અને તે અઠવાડિયામાં માત્ર એક જ વાર ડિઓડરન્ટનો ઉપયોગ કરે છે. કલ્પના કરો કે, કોઈ વ્યક્તિએ અઠવાડિયા સુધી સ્નાન ના કર્યુ હોય તો તેના શરીરમાંથી કેવી ગંધ આવતી હશે? પરંતુ, લોકો તેમના વિશે શું વિચારશે તેની નૈટલીને કોઈ પરવા જ નથી.

નૈટલીએ જણાવ્યું કે, તેના પતિ જેમીએ તેના માટે એક સુંદર બાથરૂમ ડિઝાઇન કર્યું છે પરંતુ, તેને સ્નાન કરવું બિલકુલ ગમતું નથી. તેણીના મતે માનવ શરીર પોતાની જાતે જ સાફ થતું હોય છે માટે તેને દરરોજ સાફ કરવાની જરૂર નથી. આ પાછળ દલીલ કરતાં મહિલા કહે છે કે, જ્યારે તે નાની હતી ત્યારે તેની માતા ગરીબીને કારણે એક જ વાર તેને નવડાવતી હતી. ત્યારથી તેને અઠવાડિયે એકવાર સ્નાન કરવાની ટેવ પડી ગઈ છે. નતાલીની દલીલ સમજી ન શકાય તેવી છે કારણકે, વ્યક્તિ ગમે તેટલી ગરીબ હોય પણ તે સ્નાન તો કરે જ છે.

આ મહિલાનું કહેવું છે કે દુર્ગંધ ન આવે તે માટે તે પોતાના કપડામાં પરફ્યુમ છાંટે છે. તે તેની બગલ સાફ કરવા માટે કોટનનો પણ ઉપયોગ કરે છે. અહીં રસપ્રદ વાત એ છે કે, મહિલાનો પતિ પણ દરરોજ તેને સ્નાન કરવા માટે દબાણ કરતો નથી. જોકે ક્યારેક મજાકમાં કહે છે કે, નૈટલીની આ આદતના કારણે તેમને સાબુના ખર્ચમાં ઘણી બચત થાય છે.

Read Also

Related posts

ગોવા ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગનો મહત્વપૂર્ણ ચુકાદો, આ જમીનોના વેચાણ પર નહિ ભરવો પડે જીએસટી

GSTV Web Desk

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk

પ્રાકૃતિક જિલ્લાની જાહેરાત દિવા તળે અંધારા જેવી, સમગ્ર ગુજરાતને જાણ પણ ડાંગના આદિવાસી ખેડૂતો છે અજાણ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!