GSTV

કેટલાંક લોકો સમજી બેઠાં આ વસ્તુને તોપ, નીચે જોયું તો ઊડી ગયા હોશ

Last Updated on August 14, 2018 by

આજે અમે તમને એક એવી અજીબોગરીબ વસ્તુ વિશે જણાવીશુ કે જેને શરૂઆતમાં લોકોએ તોપ સમજી લીધી હતી, પરંતુ જ્યારે તેમને આ તોપની વાસ્તવિકતા જાણી તો તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. ખરેખર, તેમને જે તોપ નજર આવતી હતી તે તોપ નહોતી, પરંતુ કંઈક અલગ વસ્તુ હતી. જ્યારે પ્રવાસીઓને અચંબિત કરનારી આ વસ્તુની તસ્વીરો  વિશ્વની સામે આવી તેઓ પણ કૂતુહૂલભરી દ્રષ્ટિથી જોવા લાગ્યા હતાં.

ખરેખર, રશિયામાં કેટલાંક લોકો ફરવા નિકળ્યા હતાં. આ દરમ્યાન તેમણે તોપના આકાર જેવી વસ્તુ દેખાઈ હતી. જેને જોતા પ્રવાસીઓને તેમની નજર વિશ્વાસ આવ્યો નહીં. આ તોપ જેવી દેખાતી વસ્તુ ખરેખર વાસ્તવિકતામાં અજીબ હતી.

રશિયાના વ્લાદિવોસ્ટોક શહેરથી થોડા કિલોમીટર દૂર આ મુસાફરોને અજીબોગરીબ વસ્તુ દેખાઈ હતી. આ અજીબોગરીબ વસ્તુ ઘણી જૂની હતી. પ્રવાસીઓએ આ વસ્તુને ભૂલથી તોપ સમજી લીધી હતી. ત્યારબાદ કૂતુહૂલપૂર્વક તેઓ આ તોપ જોવા માટે નજીક આવ્યા હતાં. પરંતુ જ્યારે તેઓ નજીક આવ્યા ત્યારે તેમને સમજાયુ કે આ તોપ નહીં પરંતુ તેઓ કિલ્લાની પર ઉભા છે. આ કિલ્લાની એવી ઘણી તોપ છે જે કિલ્લાની ઉપર સ્થિત હતી. આ કિલ્લો ઘણો જૂનો હતો, જેનાથી તેનો અડધો ભાગ જમીનની નીચે હતો. પરંતુ આ કિલ્લો ક્યાથી આવ્યો તે પ્રવાસીઓ માટે યક્ષપશ્ન બની ગયો.

મીડિયા રિપોર્ટ મુજબ, આ કિલ્લો કોઈ રાજા-મહારાજાનો નહીં, પરંતુ રશિયન સેનાનો હતો. આ કિલ્લાને 19મી સદીમાં જાપાની સેનાને ખત્મ કરવા માટે બનાવવામાં આવ્યો હતો. વ્લાદિવોસ્ટોકમાં આ એક કિલ્લો નથી, આની સાથે જોડાયેલા ડઝનબંધ કિલ્લા અહીં સ્થિત છે. રશિયન સેનાના આ બેસને 1923માં બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ અહીં 1930માં કેટલીક તોપ લગાવવામાં આવી હતી, પરંતુ રશિયન સેનાએ આ તોપનો ક્યારેય ઉપયોગ કર્યો નથી. ત્યારબાદ આ કિલ્લો વેરાન પડ્યો છે. આજે પણ આ કિલ્લાની અંદર યુદ્ધના સમયની ઘણી વસ્તુઓ સંગ્રહાયેલી છે.

Related posts

ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ, દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ

Pravin Makwana

Health Tips/ ઘી સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક! પરંતુ શું તમને ખબર છે વધુ માત્રામાં ઘી ખાવાના ઘેરફાયદા, જાણો…

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!