ભારતના આ ગામમાં અજીબોગરીબ પરંપરા, પત્ની માટે પતિ ગ્રાહક શોધી લાવે છે

દુનિયાના ઘણાં એવા સ્થળ છે, જ્યાં પરંપરાઓ, રીતિ-રીવાજ આપણને નવેસરથી વિચારવા મજબૂર કરી દેતા હોય છે. મજબૂરીના નામે અહીં મનમાનીભર્યા કામ કરવામાં આવે છે. મહિલાઓ પાસેથી ફક્ત તેમના અધિકાર છીનવી લેવામાં આવતા નથી, પરંતુ તેમના ચારિત્ર્ય પર ઉંડા ઘા પણ અપાય છે. આજે અમે તમને આવી પરંપરા વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેને સાંભળ્યા બાદ તમને આક્રોશ પણ આવશે.

અહી તમે જાણીને હેરાન થશો કે આ સમુદાય દેશના કોઈ પણ ભાગમાં નહીં, પરંતુ રાજધાનીમાં રહે છે. અહીં દિલ્હી એનસીઆરના નઝફગઢ, પ્રેમનગર અને ધર્મશાળામાં રહેતા પરના સમુદાયની વાત થાય છે. પરના સમુદાયના લોકો દેહ વ્યાપારની પરંપરાને ઘણા વર્ષથી નિભાવી રહ્યાં છે.

આ ગામમાં છોકરીનો જન્મ થતાં ઉજવણી કરવામાં આવે છે. છોકરીઓ જ્યાં સુધી કુંવારી હોય છે ત્યાં સુધી દીકરીના પરિવારજનો તેને વેચી નાખે છે અને લગ્ન બાદ પત્નીની આવક પર પતિનો અધિકાર હોય છે. આવા ઘણા પરિવાર છે, જ્યાં પતિ જ પોતાની પત્ની માટે ગ્રાહક શોધવા જાય છે અને પત્નીને આપે છે.

અહીં છોકરીઓને નાના ધોરણ સુધી જ ભણવાની પરવાનગી આપવામાં આવે છે. છોકરીમાં જવાની પેદા થતા છોકરીઓને નરાધમોને સોંપી દેવામાં આવે છે. જો કોઈ છોકરી સેક્સ વ્યાપારના આ જડમાં ઉતરવાનો ઈનકાર કરે તો તેણે ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. દેહ વ્યાપારમાં ઉતરનારી મહિલાઓએ જણાવ્યું કે તેમણે દરરોજ 5 અજાણ્યા પુરૂષો સાથે ઉંઘવુ પડે છે. કેટલીક વખત તો પોલીસ પકડી લે છે અને પોલીસ પણ તેમની સાથે હેવાનિયતભર્યો વ્યવહાર કરે છે.

અહીંની છોકરીઓને લગ્ન કરતા પહેલા પંચાયતમાં લાવવામાં આવે છે. અહીં છોકરીઓની સુંદરતાના આધારે તેમના ભાવ નક્કી થાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter