એક ગામ એવું કે જ્યાં આજે પણ માણસો…

ભલે જગત આજે વિકાસ કર્યો છે એવી બુમો પાડતા હોય, પરંતુ હજી પણ ઘણા સ્થળો એવા છે કે જેના વિષે તમે જાણીને દંગ રહી જશો. માંસાહારી માણસો પ્રાણીઓ-પક્ષીઓનાં માંસ ખાય એ તો સામાન્ય વાત છે, પરંતુ અહીં દક્ષિણ આફ્રિકામાં એક આદમખોર ગામ એવું છે કે અહીં એક બે નહીં પણ આખેઆખુ ગામ જ નરભક્ષી બની ગયું છે.

દક્ષિણ આફ્રિકામાં જ્યારે બે નરભક્ષીઓએ પોલીસની પાસે આવીને પોતાને પોલીસનાં હવાલે કર્યા ત્યારે તેઓની હકીકત સાંભળીને પોલીસના પણ હોંસ ઉડી ગયા હતા. પોલીસને બન્ને નરભક્ષીઓ પાસે રહેલા બૅગમાંથી માનવનાં હાથ-પગ પણ મળી આવ્યાં છે.

પોલીસની પાસે આત્મસમર્પણ કરનારા નરભક્ષી નિનો મબાથા (33) અને લુંગીસાની મગુબેન (32) છે. બંનેએ 24 વર્ષની જેનલે હલાત્શવેવ નામની એક યુવતીની હત્યા કરી હતી એ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આમાંથી નિનો મબાથા ડૉક્ટર છે. સૌ પ્રથમ તેણે જ દક્ષિણ આફ્રિકાના કવાજુલુ-નતાલા શહેરની ઇસ્ટકોર્ટ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. તેની પાસેથી જ પોલીસને માનવનાં હાથ-પગવાળો બૅગ મળ્યો હતો.

પોલીસને વિશ્વાસ અપાવવા માટે નિનો માબાથા પોલીસને તેમના ઘરે પણ લઈ ગયો હતો. ઘરમાં અંદર જતા જ પોલીસનાં પગ નીચેથી જમીન ખસી ગઈ, આખા ઘરમાં માણસોનાં માંસનાં ટુકડાઓ ફેલાયેલાં હતાં. જ્યાં જુઓ ત્યાં માનવનું જ માંસ હતું.

દક્ષિણ આફ્રિકાના કેટલાક ભાગોમાં પરંપરાગત દવા માટે ઉપયોગમાં લેવાયેલ એક પદ્ધતિ ‘મુથિ’ માટે આ લોકોએ જેનલે હલાત્શવેવ નામની સ્ત્રીનાં મૃતદેહનાં આંતરિક ભાગ જેવાકે હાથ અને પગને કાઢીને અલગ કરી દીધા હતા. પોલીસને તપાસમાં ખબર પડી કે નિનો મબાથાએ મગુબેનની સહાય લઈને જેનલે હલત્સવેવને જીવતી જ મારી નાખી હતી. પોલીસને તપાસમાં ખબર પડી કે આ કેસમાં કુલ 7 લોકો હતા.

તપાસમાં આ વાત પણ જાણવા મળી છે કે નરભક્ષીઓના આ ગામ એસીગોદવેનીમાં 971 ઘરોમાં એક બેઠક થઇ હતી, જેમાં નક્કી કર્યું હતું કે આ લોકો હવે પછી દાટેલા મૃતદેહને ખોદીને એનાં માંસનો ઉપયોગ જમવા તરીકે કરશે. ગામ લોકોએ જણાવ્યું કે મબાથાના નિર્દેશનમાં તે આવું જ કરી રહ્યાં હતાં. જોકે પીટરમૈરિટ્સબર્ગ હાઇકોર્ટના જજ પીટર ઓલ્સેને આ કેસને સૌથી ખતરારૂપ બતાવીને બંને નરભક્ષીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter