Weird Job Offer: દરેક વ્યક્તિ આરામદાયક નોકરી મેળવવા માંગે છે. જેમાં કશું કરવુ ન પડે અને આનંદ મળે એ અલગથી. એક કંપનીએ આવી જ એક નોકરી બહાર પાડી છે. જેમાં કર્મચારીઓએ કામના નામે પોર્ન વીડિયો જોવો પડશે અને તેને રિવ્યૂ કરવા પડશે. તમને જાણીને નવાઈ લાગશે કે આ માટે કંપની પ્રતિ કલાક 1500 રૂપિયા ચૂકવશે.

એડલ્ટ વીડિયો જોવાની નોકરી
રિપોર્ટ અનુસાર, નોટિફિકેશન આવતાની સાથે જ 2 દિવસમાં 31 હજારથી વધુ લોકોએ આ નોકરી માટે અરજી કરી હતી. આ કંપનીનું નામ Bedbible છે. તમને જણાવી દઈએ કે કંપની એડલ્ટ પ્રોડક્ટના રિવ્યૂ પ્રદાન કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે દુનિયાની કોઈપણ વ્યક્તિ આ નોકરી માટે અરજી કરી શકે છે, કારણ કે આ નોકરી ગમે ત્યાં બેસીને કરી શકાય છે. આ માટે ઓફિસ આવવાની જરૂર નથી.
જોબ નોટિફિકેશન મુજબ, બેડબિબલ કંપની આ કામ માટે જે પણ કર્મચારીને પસંદ કરશે, તે તેના સતત સંપર્કમાં રહેશે. આ દ્વારા, કંપની વિડિયોનો સમય, સ્ત્રી-પુરુષ ગુણોત્તર, વાળનો રંગ, ભાષા વગેરે જેવા ડેટાનો ઉપયોગ કરીને વિગતવાર રિપોર્ટ બનાવશે. જેના દ્વારા વીડિયો જોનારા લોકોની આદત જાણી શકાય છે. આમાં, પસંદ કરાયેલ કર્મચારીએ 50 કલાક સુધી એડલ્ટ વીડિયો જોવાના રહેશે. આ માટે કુલ 75 હજાર રૂપિયા આપવામાં આવશે.

21 વર્ષની વય મર્યાદા
21 વર્ષ અને તેથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ આ નોકરી માટે અરજી કરી શકે છે. Bedbible કંપનીના હેડ કન્ટેન્ટ ક્રિએટર એડવિના કૈટોના જણાવ્યા અનુસાર, ‘પોર્નોગ્રાફી એ અબજો ડોલરની ઇન્ડસ્ટ્રી છે. આ નોકરીમાંથી પસંદ કરાયેલા કર્મચારી દ્વારા અમે જે રિસર્ચ કરી શકીશું તેનાથી ઘણી નવી બાબતો બહાર આવશે.
Read Also
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા
- અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત