GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

સમાજને જો યોગ્ય રીતે ચલાવવો હોય તો કાયદો જરૂરી છે. જો યોગ્ય વહીવટ નહીં હોય તો સ્વાભાવિક વાત છે સમાજમાં પરેશાની વધી જશે. પણ કદી તમે વિચાર્યું છે કે જે સમાજ જે પરેશાની દૂર કરે છે તે જ કાયદો જો પરેશાનીનું કારણ બની જાય તો? વિશ્વમાં ઘણા એવા દેશો છે જેના કાયદા વિશે તમે જાણશો તો તમે હેરાન થઈ જશો.

ચ્યુઇંગમ ખાવા પર પ્રતિબંધ

તમે ઘણીવાર દારૂ, સિગારેટ, તમાકુ, પાન મસાલા વગેરે જેવી બાબતો પર પ્રતિબંધ વિશે સાંભળ્યું હશે પરંતુ તમે ક્યારેય ચ્યુઇંગમ પર પ્રતિબંધ વિશે સાંભળ્યું છે? જણાવી દઈએ કે સીંગાપુરમાં 2004 થી જ ચ્યુઇંગમ પર પ્રતિબંધ છે. આ કાયદા પાછળ સરકારનો તર્ક એ છે કે સ્વચ્છતા રાખવામાં સમસ્યા આવે છે. માત્ર આટલુ જ નહીં, તમે આ દેશમાં બહારથી ચ્યુઇંગમ લાવી શકતા નથી. જો તમારી પાસે ચ્યુઇંગમ છે, તો તમારી પાસેથી એરપોર્ટ પર જ લઈ લેવામાં આવે છે.

બાળકોના નામ પોતાની પસંદગી પ્રમાણે નથી રાખી શકતા

બાળકો તમારા છે પણ તમે તેના નામ તમારી મર્જી પ્રમાણે નથી રાખી શકતા. આ માટે સરકાર નિર્ણય કરશે કે તમે ક્યું નામ રાખશો? આ વિચિત્ર કાયદો ડેન્માર્કમાં છે. ડેન્માર્કમાં તમે ઇચ્છા મુજબ તમારા બાળકનું નામ આપી શકતા નથી. આ માટે, સરકાર દ્વારા 7,000 નામોની સૂચિ આપવામાં આવેશે. જેમાંથી તમારે નામ પસંદ કરવું પડે છે. તમારે તમારા બાળકનું પ્રથમ નામ એવી રીતે રાખવું પડે છે જેનાથી તેની જાતીનો ખ્યાલ આવી શકે. જો તમે તમારી પસંદનું કોઈ નામ રાખવા માંગતા હોય અને તે નામ સુચીમાં ના હોય તો તમારે તે નામ ચર્ચ અને સરકાર પાસે રજૂ કરવું પડે છે.

જોગિંગ પર પ્રતિબંધ

બરુન્ડી એ પૂર્વ આફ્રિકાનો એક દેશ છે જ્યાં તમે જોગિંગ કરી શકતા નથી. આરોગ્ય માટે જોગિંગ ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ તમે આ દેશમાં તે કરી શકતા નથી.વાસ્તવમાં 2014માં, અહિયાના રાષ્ટ્રપતિએ જોગિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ વિશિષ્ટ કાયદાની પાછળ, તેમણે દલીલ કરી હતી કે લોકો અસામાજિક પ્રવૃત્તિઓ માટે જોગિંગની મદદ લે છે.

બ્લુ જિન્સ પર પ્રતિબંધ

તમે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગની સરમુખત્યારશાહીથી પરિચિત છો જ. કિમ જોંગ પોતાના દેશમાં વિચિત્ર કાયદા બનાવવા માટે પણ પ્રખ્યાત છે. જણાવી દઈએ કે, ઉત્તર કોરિયામાં બ્લુ જીન્સ પર પ્રતિબંધ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવથી બચાવવા ઉત્તર કોરિયામાં તેના પર પ્રતિબંધ છે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!