GSTV
Home » News » ડાયેટ અને કસરત વગર શરીરની ચરબી ઉતારવા માગતા, ઓપરેશનનો સહારો લેતાં વ્યક્તિ માટે આ બીમારીનું વધે છે જોખમ

ડાયેટ અને કસરત વગર શરીરની ચરબી ઉતારવા માગતા, ઓપરેશનનો સહારો લેતાં વ્યક્તિ માટે આ બીમારીનું વધે છે જોખમ

સ્થૂળતાથી ત્રસ્ત યુવકો અને યુવતીઓ જ્યારે કસરત અને ડાયટથી કંટાળી જાય છે ત્યારે ઓપરેશન કરાવી વજન ઘટાડવા માટે પગલું ભરે છે. ઓપરેશનથી વજન ઘટી જાય છે અને શરીર આકર્ષક પણ થઈ શકે છે પરંતુ તેનાથી શરીરમાં આડઅસરો પણ થાય છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ઓપરેશન બાદ યોગ્ય કાળજીના અભાવના કારણે લોકોમાં કુપોષણ જેવી શારીરિક સમસ્યા થઈ શકે છે. ઓપરેશન કરાવ્યા બાદ નિયમિત વ્યાયામ, સંતુલિત જીવન જીવવાથી આડઅસરોથી બચી શકાય છે. વજન ઘટાડવા માટે થતી બૈરિએટ્રિક સર્જરી કહેવાય છે. વધારે વજનથી ત્રસ્ત લોકોને અનેક બીમારી થવાનું જોખમ હોય છે. તેવી રીતે જ ઓપરેશનથી ચરબી ઘટાડનાર પર પણ બીમારીઓ થવવાનું જોખમ તોળાતુ રહે છે.

આ સર્જરીમાં સર્જન રોક્સ ઈન વાઈ ગૈસ્ટ્રિક બાઈપાસ, વર્ટિકલ સ્લીવ ગૈસ્ટ્રેક્ટોમી અને લેપ્રોક્સોપિક એડજેસ્ટેબલ ગૈસ્ટ્રિક બૈંડિંગનો ઉપયોગ કરે છે. સર્જરીથી જઠરાંત્રમાં પરિવર્તન કરવામાં આવે છે. જેમાં પેટ અને પાચનતંત્રનો સમાવેશ થાય છે. સર્જરી કરાવ્યા બાદ ભૂખ ઓછી લાગે છે અને લોકોનું વજન ધીરધીરે ઘટવા લાગે છે.

આ રીતે વજન ઘટાડવાથી આડઅસરો પણ થાય છે. આ આડઅસરોમાં ચેપ, અસ્થિ વિકૃતિ, રક્તની ખામી, ડાયરિયા, પોષણમાં ઘટાડો, પથરી, હાર્નિયા, ગર્ભાવસ્થામાં સમસ્યા થાય છે. આ સર્જરી કરાવ્યા બાદ જીવનશૈલીમાં ફેરફાર કરવો જરૂરી છે. તેના માટે સંતુલિત જીવનશૈલી અપનાવવી જોઈએ તેથી શરીર સર્જરી બાદની આડઅસરોથી બચી જાય.

Read Also

Related posts

શું તમે દિવસ દરમ્યાન થાક લાગે છે?, કામ કરવામાં નથી લાગતું મન તો આ કારણ હોય શકે…

pratik shah

મિત્રની પત્નીને જોઈ ન રહેવાતા કેળવી મિત્રતા અને રોજ બાંધવા લાગ્યો આડા સંબંધ અને પછી થયું એવું કે…

Bansari

35 વર્ષીય સ્ત્રીએ પુરૂષને એવી રીતે કર્યું સ્પર્શ કે પુરૂષ થઈ ગયો શરમથી તાડતાડ, જગ્યા જ એવી હતી કે…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!