GSTV

વેટ લોસ માટે પીવો છો સૂપ! તો ભૂલથી પણ ના મિક્સ કરો આ વસ્તુઓ, ફાયદાની જગ્યાએ થશે નુકસાન

સૂપ

Last Updated on October 22, 2021 by Bansari

સૂપને એક હેલ્ધી વિકલ્પના રુપમાં જોવામાં આવે છે. વજન ઘટાડવા માટે પણ ઘણા લોકો હોમમેડ સૂપ પીવાનું પસંદ કરે છે. એક્સપર્ટ મુજબ, જો તમે વજન ઓછું કરવા માટે સૂપ પીય રહ્યા છો તો કેટલીક વસ્તુ સૂપમાં ન નાખો. ઘણી વખત સૂપ વધુ ટેસ્ટી બનાવવા માટે ક્રીમ, ચીઝ અને પીનટ બટર જેવી વસ્તુ નાખે છે, પરંતુ આ તમને ફાયદો નહિ પરંતુ નુકસાન પહોંચાડે છે.

ક્રીમ અને ચીઝ

ક્રીમ અને ચીઝ સૂપમાં ન નાખો, આ તમને ફાયદો પહોચાડતું નથી. આ રીતે સુપ પીવાથી કેલરી અને ફેટની માત્રા વધશે, જેનાથી વજન વધી શકે છે.

પીનટ બટર

સૂપમાં પીનટ બટર ન નાખો. પીનટ બટરમાં સુગર અને ટ્રાન્સ ફેટની માત્રા વધુ હોય છે, એનાથી વજન વધી શકે છે.

સ્ટાર્ચ/મેડા

મોટાભાગના લોકો સૂપ ઘટ્ટ કરવા માટે મેડો ઉમેરે છે, પરંતુ પોષણની દ્રષ્ટિએ તમને તેનાથી કોઈ ફાયદો થતો નથી તેનાથી વિપરીત તે કેલરી વધારે છે.

સફેદ ભાત

ચિકન અને ચોખાના સૂપને તંદુરસ્ત માનવામાં આવે છે, પરંતુ તેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘણું વધારે છે. જો તમે પેટની ચરબી ઘટાડવા માટે સૂપ પીતા હોવ તો સફેદ ચોખાનો સૂપ ન પીવો. તેના બદલે, જવ, બ્રાઉન રાઇસ જેવી વસ્તુઓમાંથી બનાવેલ સૂપ પીવો.

ટોમેટો સોસ

જો તમે હોમમેઇડ સૂપ બનાવી રહ્યા છો, તો પછી તેમાં ક્યારેય ટોમેટો સોસ ના ઉમેરો. તેમાં ઉમેરવામાં આવેલી ખાંડ વધારે છે અને તે તમને નુકસાન પહોંચાડે છે.

Read Also

Related posts

ઓમિક્રોનને કારણે આખી દુનિયામાં ફફડાટ વચ્ચે દક્ષિણ આફ્રિકાનો ગૌટેંગ પ્રાંત સૌથી વધુ સંક્રમિત

Vishvesh Dave

અરેરે ! ખરેખર આવી ગયો છે કળિયુગ, પતિ છે પ્લમ્બર અને પત્ની ભાગે છે પાણીથી દૂર

Zainul Ansari

AIMIM ચીફ ઓવૈસીએ કૃષિ કાયદા પરત લેવા અંગેના બિલને ‘રાજકીય દાવ’ ગણાવ્યું, કહ્યું- ચૂંટણી પર હતી નજર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!