GSTV

વજન ઓછું કરવા માટે આ 8 નિયમો અતિ મહત્વના, સલાડ અને ભોજન માટે અઠવાડિયાનું આ રીતે કરો પ્લાનીંગ

જાડાપણું ઘટાડવા માટે મોટાભાગના લોકો ડાયેટિંગનો આશરો લે છે. મોટાભાગના લોકો સારા નાસ્તામાં આગ્રહ રાખે છે પણ રાત્રિભોજન પર વધારે ધ્યાન આપતા નથી. ડાયેટિશિયન માને છે કે વજન ઓછું કરવા માટે રાત્રિ ભોજનની કેટલીક આદતોમાં ફેરફાર કરવો મહત્વપૂર્ણ છે. 8 આદતો સુધારવી જોઈએ. ભોજનની શ્રેષ્ઠ ટેવ એ છે કે, ભોજન અંગે અગાઉથી આયોજન બનાવવું જોઈએ. ભોજન માટે પ્રોટીન, સ્ટાર્ચ અને શાકભાજીનું મિશ્રણ કરીને સલાડ બનાવો. ફ્રીજમાં રાખેલું બિન આરોગ્યપ્રદ ન ખાઓ.

દુકાનમાંથી બિનજરૂરી ચીજો ખરીદવી નહીં. બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવાનું ટાળશો. તમારા ડિનરમાં પ્રોટીન, હેલ્ધી ચરબી અને સારા સ્ટાર્ચી ખોરાક શામેલ કરો. અઠવાડિયાની સાથે તાજી વસ્તુ ઘરે લાવો. જે યાદ અપાવશે કે ક્યારે શું ખાવું. સમયસર યોગ્ય વસ્તુ ખાવા ન મળે, તો પેટ ભરવા કંઈપણ ખાઈએ છીએ. સાંજના કે બપોરના નાસ્તાથી દૂર રહો. બપોરના નાસ્તામાં ફળો, બદામ અથવા દહીં ખાવાની આદત બનાવો. રાત્રિભોજન પહેલાં બીજું કંઇ ખાશો નહીં. સાંજના સમયે ભારે વધારે ખાવું નહીં. ભાવતા ભોજન કરવા પણ ઓછું ખાવું.

બધા સાથે બેસીને ખાઓ

પરિવારને તમારા ખાવા પીવાની યોજનાઓમાં શામેલ કરો. એક અઠવાડિયા સુધી મેનૂ તૈયાર રાખવાથી રસોઈમાં દબાણ ઓછું થાય છે. સમય બચે છે. ઘરના સભ્યોનો અભિપ્રાય પણ લો. બધા સાથે બેસીને ખાઓ જેથી લોકો સાથે ખાવાથી તનાવ અને કોર્ટિસોલનું સ્તર ઓછું થાય છે. તણાવ, હતાશા, અસ્વસ્થતા અને આડેધડ રીતે ખાવાની ટેવ દૂર કરશે. નવી રેસીપીઓ સતત તૈયાર કરતાં રહો.

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!