GSTV
Gujarat Government Advertisement

વજન ઘટાડો / ક્યાંક તમારું વજન વધવાનું કારણ મોડી રાત્રે ખાવાની આદત તો નથી ને?

વજન

Last Updated on June 10, 2021 by Vishvesh Dave

જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે આહારની સાથે જીવનશૈલીમાં પણ ફેરફાર કરવો જોઈએ. સમયસર ખોરાક ખાવાથી પાચનશક્તિ મજબૂત થાય છે અને મેટાબોલિઝમ બુસ્ટ કરવામાં મદદ મળે છે. મેટાબોલિક રેટમાં વધારો થવાને કારણે ઝડપી વજન ઓછું થાય છે. તેથી સમયસર ખોરાક લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારે ઉઠીને એક કલાકની અંદર ખોરાક લો અને રાત્રે અને વેહલું ને હલકું ખાશો તો વજન ઓછું કરવામાં મદદ મળશે. એવું માનવામાં આવે છે કે મોડી રાત્રે ખોરાક ખાવાથી વજન ઓછું થવાને બદલે વધે છે. ચાલો આપણે જાણીએ કે આ દાવામાં કેટલી સત્યતા છે.

કેમ મોડું ખાવું સ્વાસ્થ્ય માટે ખરાબ છે

સમય અહીં મુદ્દો નથી, પરંતુ ખોરાકની પસંદગી અને માત્રા વજન વધારવાનું કામ કરે છે. લંચ અને ડિનર વચ્ચેનો લાંબુ અંતર તમને રાત્રે વધુ ખાવાની ફરજ પાડે છે. તમે તમારી જરૂરિયાત કરતા વધારે ખોરાક લો છો, જેના કારણે કેલરીનું પ્રમાણ વધે છે.

બીજી સમસ્યા એ છે કે મોટાભાગના લોકોને મોડી રાત્રે અનહેલ્ધી વસ્તુઓ ખાવાનું ગમતું હોય છે, કારણ કે જો તમે લાંબા સમયથી ભૂખ્યા છો, તો પછી અનહેલ્ધી ખોરાક ખાવાની ઈચ્છા જાગે છે. આ દરમિયાન, આપણે કાર્બોરેટેડ પીણાં, સોલ્ટી નાસ્તા અને મીઠી વસ્તુઓ ખાવા માંગીએ છીએ, તેમાં કેલરી વધુ હોય છે, જેના કારણે તમારું વજન વધે છે. ઘણા લોકો તાણ અને ઉદાસીને લીધે મોડી રાત્રે પણ ખાય છે. આ સમય દરમિયાન લોકો તેમની ક્ષમતા કરતાં વધુ ખોરાક લે છે.

મોડી રાત્રે ખાવાથી આ ગેરફાયદા થાય છે

બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવાથી તમારું વજન વધે છે પરંતુ સ્વાસ્થ્ય સંબંધી અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. રાત્રે ભારે અને ચરબીથી ભરપૂર ખાવાથી અપચો, ગેસ અને પેટની સમસ્યા થઈ શકે છે. રાત્રિ દરમિયાન પેટ ફૂલેલું લાગે છે, જેના કારણે નિંદ્રા આવતી નથી. બીજા દિવસે સવારે તમે ચીડચીડિયાપણું અનુભવો છો.

વજન ઘટાડવા માટે શું કરવું

વજન ઓછું કરવા માટે તમે ઝડપથી ખાવું તે જરૂરી નથી. તમે રાત્રે સૂતા પહેલા 2 કલાક પહેલા જ ખાશો. આ કારણે ખોરાક સારી રીતે પચે છે અને તમને સારી ઊંઘ પણ આવે છે. આ સિવાય, તમારી કેલરી કાઉન્ટ પર વિશેષ ધ્યાન આપો.

ALSO READ

Gujarat Government Advertisement

Related posts

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave

ભેદી મૃત્યુ / એડલ્ટ સ્ટારનું રહસ્યમ રીતે મોત, ઇન્સ્ટાગ્રામ પર અપોલડ કરી હતી ટોપલેસ તસવીર

Zainul Ansari

નવો મોરચો/ 5 મીનિટમાં ભારતમાં એરસ્ટ્રાઈક કરી શકાય તે એરબેઝ પર પાકિસ્તાને જેએફ-17 ફાઇટર જેટને તૈનાત કર્યા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!