GSTV

સોનામાં સતત ચોથા અઠવાડિયે ઘટાડો, જુઓ 10 ગ્રામનો કેટલો છે ભાવ

Last Updated on August 5, 2018 by

વૈશ્વિક સ્તર પર બંને કિમતી ધાતુઓમાં આવેલી સુસ્તી અને ડોમેસ્ટિક સ્તર પર માંગ સુસ્ત રહેવાથી ગયા સપ્તાહે દિલ્હીના બુલિયન માર્કેટમાં સતત ચોથા અઠવાડિયે સોના-ચાંદી પર દબાણ રહ્યું. સોનુ 230 રૂપિયાના અઠવાડિક પતન સાથે 30,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયુ. ચાંદી પણ 125 રૂપિયા તૂટી અઠવાડિયાના અંતે શનિવારે 39,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યું.

સ્થાનિક બજારમાં સોના પર દબાણ

સ્થાનિક બજારમાં ગયા અઠવાડિયે લગભગ દરેક દિવસે સોના પર દબાણ રહ્યું. સોનુ સ્ટાન્ડર્ડ 230 રૂપિયા તૂટી 30,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું. સોનુ બિટુર પણ આટલી તેજી સાથે અઠવાડિયાના અંતે 30,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાયું. 8 ગ્રામવાળી લગડી 100 રૂપિયાના ઘટાડા સાથે 24,600 રૂપિયાના ભાવ પર સ્થિર રહીં. ચાંદીના ઔદ્યોગિક ગ્રાહક નબળા રહ્યાં. વૈશ્વિક દબાણનો ભાર રહ્યો.

ચાંદીમાં અત્યારે 125 રૂપિયાનો ઘટાડો થયો

ચાંદી અત્યારે 125 રૂપિયાના અઠવાડિક ઘટાડા સાથે 39,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ બોલાયું. ચાંદી વાયદો 255 રૂપિયા ઉતરી 38,070 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રહ્યું. સિક્કાની ખરીદી અને વેચાણ એક હજાર રૂપિયા ઉતરી અનુક્રમે 73 હજાર અને 74 હજાર રૂપિયા પ્રતિ સૈકડા પર સ્થિર રહ્યું. વેપારીઓએ જણાવ્યું કે સોનાની સ્થાનિક માંગ સ્થિર છે, જ્યારે ચાંદીની ગરાગી નબળી છે. આવનારા અઠવાડિયામાં બંને કિમતી ધાતુઓની કિંમત ગ્રાહકની સાથે વૈશ્વિક ઉતાર-ચઢાવ તથા રૂપિયાની તુલનામાં ડૉલરના વિનિમય દરમાં ફેરફાર પર નિર્ભર કરશે.

વિદેશી માર્કેટમાં તેજીની અસર જોવા મળી નથીસ્થાનિક માર્કેટમાં વિદેશી બજારોની કોઈ અસર જોવા મળી નથી. લંડન અને ન્યૂયોર્ક પાસેથી મળેલી માહિતી મુજબ, અઠવાડિયા દરમ્યાન ત્યાં સોનુ અત્યારે 17.40 ડૉલર ઉતરી 1204 ડૉલર પ્રતિ ઔસ પર રહ્યું.  ઓગષ્ટનો અમેરિકી સોનાનો વાયદો પણ 17.35 ડૉલર ઉતરી 1212.15 ડૉલર પ્રતિ ઔસ પર બોલાયુ. આંતરરાષ્ટ્રીય બજારમાં ગયા અઠવાડિયે ચાંદી પણ 0.03 ડૉલર ઉતરી 15.44 ડૉલર પ્રતિ ઔસ પર રહ્યું.

Related posts

નવી પાર્કિંગ પોલિસી: આડેધડ મનફાવે ત્યાં પાર્કિંગ કરી શકાશે નહીં, નક્કી કરેલી જગ્યાએ જ વાહન પાર્ક કરવા

Pravin Makwana

વિરાટ કોહલીના T-20 કેપ્ટન્સી છોડવાના નિર્ણયનું પત્ની અનુષ્કાએ કંઈક આ રીતે કર્યું સ્વાગત, જાણો એક્ટ્રેસનું રિએક્શન

Damini Patel

ચૂંટણી/ વડોદરા APMCની ચાર બેઠક પર આજે મતદાન, ભાજપની પેનલ જીતશે કે તૂટશે ?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!