મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યાં છે. કોરોના પર નિયંત્રણ મેળવવા અહીં નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. જીલ્લામાં લગ્ન, કાર્યક્રમો કે અન્ય કોઈ બાબતે 50 લોકોથી વધુને ભેગા થવાની મંજૂરી નહીં આપવામાં આવે.


જિલ્લામાં માત્ર જરૂરિયાતની દુકાનોને જ ખુલ્લી રાખી શકાશે
આ સાથે જ નાગપુરમાં વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. વિકેન્ડ પર પ્રથમવાર નાગપુરના માર્ગો પર સન્નાટો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં માત્ર જરૂરિયાતની દુકાનોને જ ખુલ્લી રાખી શકાશે. હોસ્પિટલ અને અન્ય જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો જ અવરજવર કરી શકશે. આ સાથે 7 માર્ચ સુધી સાપ્તાહિક બજાર બંધ રહેશે.
દેશમાં કુલ કેસ 1 કરોડ 11 લાખની નજીક
દેશમાં કુલ કેસ 1 કરોડ 11 લાખની નજીક છે. દેશમાં કુલ કોરોના કેસ હવે વધીને 1,10,96,731 થયા છે, જેમાંથી 1,07,75,169 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. દેશમાં કોરોનાથી થયેલ મૃત્યુ આંક પણ 1,57,051 પર પહોંચી ગયો છે. તે જ સમયે, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 1,64,511 છે. દેશમાં કુલ 1,43,01,266 લોકોને રસી પણ આપવામાં આવી છે. શનિવારે દેશમાં 16,488, શુક્રવારે 16,577 અને ગુરુવારે 16,738 કેસ નોંધાયા છે.
કેરળમાં આંક થયો 10 લાખને પાર
શનિવારે મહારાષ્ટ્રમાં 8,623 કેસો અને 51 લોકોના મોત થયા છે. કેરળ મહારાષ્ટ્ર પછી દેશમાં સૌથી વધુ ડેઇલી કેસ નોંધાય છે. કેરળમાં 3,792 નવા કેસ અને 18 મૃત્યુ નોંધાયા છે. દરમિયાન, મહારાષ્ટ્ર પછી કેરળ દેશનું એકમાત્ર એવું રાજ્ય બન્યું જ્યાં 10 લાખથી વધુ દર્દીઓની કોરોના વાયરસથી સારવાર કરવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં
- વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો
- મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો
- મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !
- બનાસકાંઠા: અસામાજિક તત્વોનો ત્રાસ, ભાગળ ગામે ફાયરિંગની ઘટના બાદ ચાર લોકોની કરી ધરપકડ
