GSTV

લોકડાઉનમાં લગ્નનો ટ્રેંડ, નવેમ્બર મહિનામાં સૌથી વધારે થયું બુકીંગ

લોકડાઉનમાં લાખો લગ્ન પ્રભાવિત થયા હતા. કોવિડ-19 પહેલા દેશમાં લગ્નનું સેક્ટર ઘણું સારૂ ચાલી રહ્યું હતું. પરંતુ કોવિડ-19ના કારણે લાગુ થયેલા લોકડાઉન અને અન્ય વ્યાપારની જેમ આમાં પણ પ્રભાવ પાડ્યો છે. જો કે, કેટલાક લગ્નની તારીખ આગળ વધી તો કેટલાક લગ્નો કેંસલ થયાં. એક રિપોર્ટ પ્રમાણે અંગાજે 80 ટકા ઈવેન્ટ્સ લોકડાઉન દરમયાન કેંસલ થયાં છે. તો ત્રણ હજારથી વધારે ઈવેન્ટ્સને આગળની તારીખ સુધી મોકુફ રાખવામાં આવ્યાં છે. કોવિડ-19 મહામારીમાં આશરે અરબો રૂપિયાના લગ્નના વ્યવસાયને પ્રભાવિત કર્યો છે. જો કે, હવે ભારતીય લગ્ન ઈન્ડસ્ટ્રી રિકવરી કરી રહી છે. લાખો લગ્નની તારીખને આગળની તારીખ સુધી મોકુફ રાખવામાં આવી રહી છે. પરંતુ લોકો પહેલાથી જ પુરી તૈયારી કરી રહ્યાં છે. લગ્નના સ્થળથી લઈને અનેક જાણકારી મેળવી રહ્યાં છે. લોકો પહેલાથી જ સ્થળ સિલેક્શન વિગેરેની તૈયારીઓની જાણકારી મેળવી રહ્યાં છે.

લગ્નના વ્યવસાયમાં રિકવરીના સકારાત્મક પરિણામો

વેડિંગ.ઈનના સીઈઓ સંદીપ લોઢાના જણાવ્યા પ્રમાણે લગ્ન વ્યવસાયમાં ધીમે ધીમે સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યાં છે. લોકડાઉનના શરૂઆતના સમયમાં લગ્ન વ્યવસાય ગંભીર રીતે પ્રભાવિત થયો હતો. પણ હવે ધીરે ધીરે ઈવેન્ટ બુકીંગ માટે કોલ આવી રહ્યાં છે. સૌથી વધારે બુકીંગ નવેમ્બર માસ માટે મળી રહ્યાં છે. બુકીંગનો નંબર માસિક આધાર ઉપર 10-15 ટકાના દરે વધી રહ્યો છે. તેણે કહ્યું કે, વિતેલા વર્ષો કરતા આ વર્ષે લગ્ન માટેના બુક કરવામાં આવેલા ઈવેન્ટ્સ ઓછા છે. પરંતુ અમારૂ અનુમાન છે કે, માંગમાં ધીમે ધીમે વૃદ્ધિ થશે. એટલું જ નહીં 2021માં લીડ્સ અને લગ્ન માટેની સંખ્યામાં ઝડપી વધારો થશે.

વગર મુહૂર્તે લગ્ન કરવા માટે રાઝી

લગ્ન માટે સૌથી વધારે ડિમાંડ દિલ્હી, મુંબઈ અને હૈદ્રાબાદથી આવી રહી છે. બેસ્ટ વેડિંગની ડિમાંડ એટલી વધી ગઈ છે કે, લોકો વગર મુહૂર્તે પણ લગ્ન કરવા માટે રાઝી થઈ રહ્યાં છે. બેસ્ટ વેડિંગ વેન્યુથી લઈને સ્ટાઈલીશ કરડા સુધી એડવાન્સ બુકીંગ થઈ રહી છે.

રીત રિવાજો માટે ડિઝીટલ સ્ટ્રીમીંગની ડિમાંડ

મોટા ભાગના લગ્ન 2021 સુધી મોકુફ રાખવામાં આવ્યાં છે. તેના ઉપરથી અંદાજો આવી શકે છે આવનારા વર્ષમાં મોટા પ્રમાણમાં લગ્નો થશે. મોટાભાગના મેરેજ સ્થળો પહેલાથી જ આવનારા વર્ષના એપ્રીલથી ઓક્ટોમ્બર સુધી બુક થઈ ચુક્યાં છે. લગ્નમાં વધારે ગેસ્ટ નહીં આવી શકે, માટે મોટાભાગના પરિવારના સભ્યો અને મિત્રો માટે રીત રિવાજોની ડિઝીટલ લાઈવ સ્ટ્રીમીંગ એટલે કે વર્ચુઅલ સેલિબ્રેશનની પણ ડિમાંડ કરી રહ્યાં છે.

Related posts

વાળને સુંદર અને ચમકદાર બનાવવા રોજિંદા જીવનમાં આ વસ્તુનો કરો ઉપયોગ, જલ્દી થશે અસર

Ankita Trada

બીપીએલ કાર્ડધારકો માટે મહત્વના સમાચાર/ દુકાનદાર સાથે તકરાર કરવી નહીં, સરકારે આ નિયમ ફેરવી નાખ્યો છે !

Pravin Makwana

હવે સરહદને બદલે અંતરિક્ષમાં ભારતે નિશાન બનાવી રહ્યું છે ચીન, અહીં કર્યો મોટો હુમલો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!