GSTV

લગ્નના આ છે ઉત્તરાયણ પહેલાં 11 શુભ મુહૂર્તો, આ તારીખોમાં ભૂલથી પણ પરણવાની ન કરતા ભૂલ

Last Updated on November 4, 2019 by Mayur

કચ્છમાં દિવાળીના તહેવાર ધામધુમથી ઉજવાયા બાદ હવે નુતન વર્ષના આશાભર્યા દિવસો શરૂ થયા છે. દિવાળી બાદ હવે ટુંક સમયમાં લગ્નોત્સવની મોસમના શ્રીગણેશ થશે. લગ્નોત્સવનો પ્રથમ તબક્કો ૨૦ જાન્યુઆરીથી ૧૨ ડિસેમ્બર સુધીનો રહેશે. જયારે આ વર્ષે મકરસંક્રાંતિ તા.૧૪ના બદલે ૧૫ જાન્યુઆરીએ આવી રહી છે.

મકરસંક્રાતિ પહેલા પ્રથમ તબક્કે લગ્નોત્સવના ૧૧ મુહુર્તો છે. બીજા તબક્કે તા.૧૮ જાન્યુઆરીથી ૨૬ ફેબુ્રઆરી સુધી લગ્નોત્સવ છે. આ વર્ષે માર્ચમાં ફાગણ માસમાં લગ્નના માત્ર બે જ મુહૂર્તો છે. સામાન્ય રીતે મકરસંક્રાતિ ૧૪ જાન્યુઆરીએ આવતી હોય છે. પણ આ વર્ષે શાસ્ત્રોકત દ્રષ્ટિએ સુર્યની ગતિ ધીમી હોવાથી મકર સંક્રાંતિ તા.૧૪ના બદલે ૧૫ જાન્યુઆરીએ બુધવારે ઉજવાશે. પ્રથમ તબક્કાના લગ્નોત્સવના મુહૂર્તો ૨૦,૨૧,૨૮ નવેમ્બર તેમજ ૨,૩,૬,૮,૧૧,૧૨ અને ૧૪ ડિસેમ્બરના છે.

૧૪ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધી કમુહૂર્તા હોવાથી તે સમયગાળામાં લગ્નના કોઈ શુભ મુહૂર્તો નથી. મકરસંક્રાંતિ પછી લગ્નોત્સવનો તા.૧૮ જાન્યુઆરીથી પ્રારંભ થશે અને ૨૬ ફેબુ્રઆરી સુધી ચાલશે. તા.૩ માર્ચથી હોળાષ્ટક બેસે છે. માર્ચ મહિનામાં ફાગણ માસમાં માત્ર તા.૧૧ અને ૧૨ માર્ચ બે જ દિવસ લગ્નના મુહૂર્તો છે.

READ ALSO

Related posts

6.57 લાખની શરૂઆતી કિંમતમાં લોન્ચ થઈ Tata Tiago NRG, સેફ્ટીના મામલામાં પહેલેથી જ છે નંબર વન

pratik shah

Tokyo Olympics Live: હોકી સેમિફાઇનલના પહેલા ક્વાર્ટરમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, આર્જેન્ટિના સામે 1-1 ની બરાબરી

Pritesh Mehta

ચેતજો/દારૂનુ સેવન કરનારાઓ પર તોળાઇ રહ્યો છે આ જીવલેણ બીમારીનો ખતરો, સામે આવ્યો આ ડરાવનારો રિપોર્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!