પોલીસ સ્ટેશનમાં જ આવેલા મંદિરમાં પોલીસે કરાવી દીધા પ્રેમી યુગલના લગ્ન અને સાથે ભેટમાં આપી આવી વસ્તુ….

કાનપુરના સચેંડી પોલીસ સ્ટેશનમાં રવિવારે એક જોડીના લગ્ન પોલીસે કરાવ્યા. પોલીસ સ્ટેશનમાં આવેલા મંદિરમાં દુલ્હા દુલ્હને સાત ફેરા લીધા. પોલીસ સ્ટેશનના અધ્યક્ષ રાધવેન્દ્ર સિંહ અને તેમની પત્ની પૂનમ સહીત તમામ પોલીસ કર્મીઓએ દુલ્હા-દુલ્હનને આશીર્વાદ આપ્યા. અને રાધવેન્દ્ર સિંહે તેમને ભેટમાં વાસણ અને કપડાં પણ આપ્યા.
સચેંડી કસ્બા રહેવાસી શિવા ફળનો વ્યાપારી છે. તેને કસ્બામાં રહેવાવાળી લક્ષ્મી સાથે આઠ વર્ષથી પ્રેમ હતો. એક વર્ષ પહેલા બન્નેએ પ્રેમ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ લક્ષ્મીનો પરિવાર લગ્ન માટે રાજી ન હતો.

માટે આ વર્ષે જ લક્ષ્મી અને શિવાએ આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરી લીધા. ત્યાર બાદ શિવા અને લક્ષ્મી પોત પોતાના ઘરે પાછા જતા રહ્યા. માટે બન્નેના પરિવારને તેમણે લગ્ન કરી લીધા છે તે વાતની જાણ પણ ન થઈ.

ત્યાર બાદ લક્ષ્મી લાલ પાનેતર પહેરીને પોતાના સાસરે પહોંચી ગઈ. તેને જોઈને શિવાના પરિવારને આંચકો લાગ્યો. શિવાના પરિવારને તેણે પોતાના અને લક્ષ્મીના પ્રેમ લગ્નની વાત કરી. આ વાતની જાણ લક્ષ્મીના પરિવારને થતા તે તૈયાર ન થયા. તેમણે શિવા અને તેના પરિવાર પર આરોપ લાવવાનું શરૂ કરી દીધુ.

રવિવારે આ મામલો સચેંડી પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસે પ્રેમી યુગલના પરિવાર સાથે વાત કરી. બન્નેના પરિવારને સમજાવ્યા અને ત્યાર બાદ બન્નેનો પરિવાર રાજી થઈ ગયો. ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં જ આવેલા મંદિરમાં બન્નેના લગ્નની તૈયારી કરવામાં આવી.

પંડિત જગદિશ નારાયણ શાસ્ત્રીને બોલાવવામાં આવ્યા. ત્યાર બાદ શિવાએ બધાની હાજરીમાં લક્ષ્મી સાથે સાત ફેરા લીધા. બન્નેના લગ્નમાં પોલીસ અધ્યક્શ, તેમના પત્ની, પોલીસ કર્મચારીઓ, ભાજપના નેતા રામજી, પ્રધાન પતિ શિવપાલ સહીત ગામના લોકો પણ હાજર રહ્યા.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter