GSTV
Home » News » વરરાજા-નવવધુ સાત ફેરાં ફર્યા, પરંતુ નવવધુની વિદાય ના થઈ, જાણો શું છે ઘટના

વરરાજા-નવવધુ સાત ફેરાં ફર્યા, પરંતુ નવવધુની વિદાય ના થઈ, જાણો શું છે ઘટના

લગ્ન દરેકના જીવનનું મહત્વપૂર્ણ સપનુ હોય છે. પરંતુ જો કોઈ પણ વ્યક્તિના લગ્નમાં કઈ પણ એવી વસ્તુ ઘટે જેની કોઈને આશા હોય નહીં તો પછી સમજવુ કે તેના પરિવાર પર શું વિત્યુ હશે. આજે અમે તમને ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ઘટેલી એક આવી દર્દનાક ઘટના અંગે જણાવીશું કે જેને જાણીને સૌ કોઈની આંખમાં આંસુ આવી જશે.

મહત્વનુ છે કે શાહજહાંપુરના રેતી મોહલ્લેના નઈબસ્તી મોહલ્લાના રહેવાસી દિનેશ કુમારની સાથે એક એવી ઘટના ઘટી કે જેનાથી તેઓ કદાચ આ ઘટના જીવનપર્યત ભૂલી શકશે નહીં. દિનેશ કુમારનુ દીવાન જોગરાજ મોહલ્લામાં સલુન છે. તેમની પત્ની સુનીતાનુ બે વર્ષ પહેલા નિધન થયુ હતું, આ નિધન તેની દીકરી સહન કરી શકી નહોતી અને બિમાર રહેતી હતી. શિવાનીનો મોટોભાઈ રાહુલ અને બે નાના ભાઈ શિવમ અને અંકુર છે. પિતા દિનેશે શિવાનીના લગ્ન નક્કી કર્યા હતાં. આ લગ્ન દિનેશે પોતાની બહેન સુનીતાના પુત્ર વિનીત સાથે નક્કી કર્યા હતાં. વિનીત ફતેહગંજ પૂર્વમાં પરિવારની સાથે રહે છે.

ગયા રવિવારે શિવાની સાથે લગ્ન કરવા માટે રાત્રે લગભગ 12 વાગે વિનીત જાન લઇને દિનેશના ઘરે પહોંચ્યો. જાનૈયાઓનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. લગ્નની ગોઠવણ મેરિજ લોનમાં કરવામાં આવ્યુ હતું. જ્યાં વરમાળા બાદ શિવાની અને વિનીતે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા માટે સાત ફેરા લીધા.

ત્યારબાદ થોડા વખત માટે વરરાજા વિનીત દુલ્હન શિવાની આરામ કરવા માટે પોત-પોતાના રૂમમાં ગયાં. મહેમાન પણ જવાની તૈયારી કરી રહ્યા હતાં ત્યારે શિવાનીના રૂમમાં દર્દ થવાનુ શરૂ થયું. તેણે પોતાના પરિવારના સભ્યોને તકલીફ જણાવી. પિતા દિનેશે ડૉક્ટરને બોલાવ્યો, પરંતુ ખૂબ મોડું થયું હતું. શિવાનીએ દુનિયાને અલવિદા કહી દીધી હતી. તબીબે તપાસ બાદ જણાવ્યું કે શિવાનીની નિધન થયું છે.

શિવાનીના પિતા દિનેશે કહ્યું કે અમારા ત્યાં લગ્ન બાદ દુલ્હનની વિદાય કરવામાં આવતી નથી. તેને ગાઉનમાં વિદાય કરવામાં આવે છે. તેથી કલેવા બાદ વરરાજા દુલ્હન વગર ફતેહગંજના જાનૈયાઓ સાથે જતા રહ્યાં. દહેજમાં અપાતો સામાન પણ ફતેહગંજ વિનીતના ઘરે મોકલી દીધો હતો.

દુલ્હન શિવાનીના મોતથી પરિવારના સભ્યોમાં અરેરાટી ફેલાઈ હતી. પિતા દિનેશની હિંમત થતી નહોતી કે કેવીરીતે વરરાજાને આ ખરાબ સમાચાર આપે કે વરરાજાના દુલ્હનનુ મોત થયુ છે. પછી સંબંધીઓએ કોઈ પણ રીતે વરરાજાના પરીવારજનોને માહિતી આપી.

વરરાજા વિનીત અને તેના પિતા અશર્ફીલાલ ફતેહગંજથી પાછા શાહજહાંપુર આવ્યાં. દુલ્હનતો વરરાજાની પાસે ગઇ નહીં, પરંતુ તેણીએ આ દુનિયામાંથી જ વિદાય લઇ લીધી હતી. તેની અર્થીને સજાવવામાં આવી હતી. સ્મશાનમાં પિતા દિનેશે શિવાનીને મુખાગ્નિ આપી હતી. આ દરમ્યાન ત્યાં ઉપસ્થિત દરેક લોકોની આંખમાં આંસૂ આવી ગયા હતાં.

READ ALSO

Related posts

પ્રિ વેડિંગ ફોટોશુટ કરાવી રહ્યું હતું કપલ, નદીમાં એવું થયું કે તમે ચોંકી જશો

Path Shah

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

‘હેટ સ્ટોરી 2’ અભિનેત્રીએ પુત્રીને આપ્યોજન્મ ,

Path Shah