GSTV

લગ્ન પ્રસંગ યોજનારા માટે આ છે ગાઈડલાઈન : અહીથી લેવી પડશે મંજૂરી, દિવસે જ પતાવી દેવા પડશે લગ્ન

લગ્ન

લગ્ન જેવા પ્રસંગો જેમના ઘરે હોય તેમને દિવસના ભાગમાં જ લગ્ન સમારોહ પતાવી દેવાની સૂચના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી છે. રાત્રિ કરફ્યુને કારણે તેમને તકલીફ ન પડે અને સમારોહમાં હાજર રહેલા લોકોને તકલીફ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવસ દરમિયાન લગ્નસમારોહ યોજવાથી રાત્રિ કરફ્યુનો ભંગ થવાના વિવાદો થવાના પણ અટકી જશે. તેમણે જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગમાં માત્ર 200 જણને જ હાજર રાખવાની છૂટ આપવામાં આવેલી છે. પરંતુ લગ્ન સમારોહ જેમનો હોય તેમણે કલેક્ટર કચેરીમાં હાજર રહેનારા 200 જણની યાદી સુપરત કરીને તે માટે મંજૂરી મેળવવી પડશે.

ગાંધીનગરની કચેરીઓ ચાલુ પણ ન આવી શકેલા કર્મચારીઓની રજા મંજૂર કરાશે

લગ્ન

અમદાવાદમાં શુક્રવાર રાતથી 60 કલાકના કરફ્યુની જાહેરાત કરવામાં આવી તેને પરિણામે ગાંધીનગર સરકારી કચેરીમાં કામ કરતાં કર્મચારીઓ ન આવી શકે તો શનિવારના દિવસે તેમની ગેરહાજરી પૂરવામાં આવશે નહિ. તેમને હાજર રહેલા ગણવામાં આવશે, એમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ-જીએડીના અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે.

Read Also

Related posts

ફ્લાઈટ મારફતે અમદાવાદ પહોંચી કોરોનાની વેક્સીન, આવતીકાલે શરૂ થશે પરીક્ષણ

Pravin Makwana

સરકાર ગૂંચવાઈ/ સ્પષ્ટતા કરે રાજ્ય સરકાર, બહાર જતાં લોકોના ટેસ્ટ માટે રૂપિયા આપવાના કે નહીં !

Pravin Makwana

રાજકોટ/ દબાણ હટાવા ગયેલી ટીમ પર લારીવાળાએ કર્યો છરી વડે હુમલો, જનતાએ જાહેરમાં ફટકાર્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!