GSTV

લગ્નમાં કેટલા મહેમાન આવશે એ સરકાર નક્કી કરશે, સિઝનમાં કકળાટથી લેવાયો મોટો નિર્ણય

લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્ન માટે દિલ્હીના કોઈ ફાર્મહાઉસ, મોટલ અથવા હોટલમાં લગ્ન સમારોહ માટે કેટલા મહેમાનોને બોલાવી શકાશે આનો નિર્ણય વેન્યૂના ફ્લોર એરિયા અને પાર્કિંગ ક્ષમતાના આધારે કરવામાં આવશે. 

ફ્લોર એરિયાને 1.5 સ્કવેર મીટરથી વિભાજિત કરવામાં આવશે અને વેન્યૂ પર ઉભી થનારી કારોની સંખ્યાને 4 સાથે ગુણવામાં આવશે. જે આંકડો ઓછો હશે, તેટલા જ મેહમાનોને લગ્નમાં બોલાવી શકાશે. 

ઉદાહરણ તરીકે જો કોઈ લગ્ન વેન્યૂનો એરિયા 600 સ્કવેર મીટર છે તો ત્યાં 400 લોકોની અનુમતિ મળશે. જો પાર્કિંગ ક્ષમતા 100 કારોની છે તો 800 લોકોની વ્યવસ્થા આ વેડિંગ વેન્યૂમાં થઈ શકે છે. 

લગ્નમાં વધેલુ જમવાનુ ગરીબોમા વહેંચવામાં આવશે

લગ્નમાં જમવાનો બગાડ સૌથી વધારે થાય છે. આ તમામ વસ્તુઓને જોતા સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેનાથી લગ્નોમાં ખાવાના બગાડને રોકી શકાય છે. દિલ્હી સરકારે એક નવી ડ્રાફ્ટ પૉલિસીમાં આ નિયમોને જણાવ્યા છે. સાથે જ વેન્યૂની બહાર વેડિંગની રસમો, બેન્ડ અને જાન અથવા ઘોડાગાડીની અનુમતિ હશે નહીં. 

વેન્યૂની બહાર રસ્તા પર કાર પાર્ક કરવાની અનુમતિ પણ હશે નહીં

આ સિવાય વધેલુ જમવાનું ગરીબોમાં વહેંચવામાં આવશે. વેન્યૂની બહાર રસ્તા પર કાર પાર્ક કરવાની અનુમતિ પણ હશે નહીં. ગત કેટલાય વર્ષોથી લગ્ન સમારોહ અને રસ્તા કિનારે કાર પાર્કિંગના કારણે છતરપુર, મહિપાલપુર બિજવાસન, પંજાબી બાગ અને રોહિણીમાં ભયંકર ટ્રાફિક જામ લાગેલો હોય છે.

Related posts

શ્રીલંકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આ વ્યક્તિનો થયો વિજય, પ્રધાનમંત્રી મોદીએ Tweet કરી આપી શુભેચ્છા

Mayur

ફુટવેર પાછળ એટલી ઘેલી છે બોલીવુડની આ હૉટ એક્ટ્રેસ, 100થી વધુ જૂતાનું છે કલેક્શન

Bansari

જામનગરમાં પ્રોફેસરની કાર પર ભડાકા કરનારાઓને પોલીસે ઝડપી પાડ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!