પિતાએ દીકરીના કન્યાદાન માટે હાથ ઉંચા કર્યા, પછી થયુ એવુ કે થયા ભરપેટ વખાણ

લગ્ન-વિવાહનો સમારોહ કોઈ પણ પરિવાર માટે ખૂબ જ અનમોલ હોય છે. લગ્ન-વિવાહ સમારોહમાં અલગ-અલગ ધર્મોમાં પોત-પોતાની પરંપરાઓ છે. પરંતુ જો કોઈ લગ્ન સમારોહમાં પ્રચલિત પરંપરાઓમાંથી કોઈને નકારી દેવામાં આવે તો તેને ખૂબ અશુભ માનવામાં આવે છે. પરંતુ કોલકત્તામાં થયેલા આ લગ્ન સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યાં છે.

પશ્ચિમ બંગાળના કોલકત્તામાં થયેલા એક લગ્ન હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યાં છે. ખરેખર, અહીં મહિલા પંડિતો દ્વારા લગ્ન કરાવવામાં આવે છે અને સાથે જ આ લગ્નમાં પિતાએ પોતાની દીકરીનુ કન્યાદાન કરવાથી ઈનકાર કર્યો.

ખરેખર, કોલકત્તામાં સંપન્ન થયેલા એક લગ્ન સમારોહમાં અલગ નજારો જોવા મળ્યો છે. અહીં ચાર મહિલા પૂજારીઓએ એક લગ્ન સમારોહને સંપન્ન કરાવ્યો. સામાન્ય રીતે હિન્દૂ સમાજમાં લગ્ન સમારોહને પુરૂષ પંડિત દ્વારા સંપન્ન કરવામાં આવે છે, પરંતુ આ લગ્નમાં મહિલા પંડિતોએ લગ્ન કરાવ્યા છે. લગ્નની ખાસિયત ફક્ત મહિલા પંડિત જ નહીં, પરંતુ બીજા પણ ઘણા કારણો છે.

આ લગ્નની સૌથી રસપ્રદ વાત એ છે કે દુલ્હનના પિતાએ પોતાની દીકરીનુ કન્યાદાન કરવાથી ઈનકાર કરી દીધો. મહત્વનુ છે કે કન્યાદાન હિન્દૂ લગ્ન પરંપરામાં એક એવો રિવાઝ છે, જેમાં દુલ્હનના પિતા પોતાની પુત્રીનો હાથ તેના ભાવિ પતિના હાથમાં સોંપે છે. અહીં પિતાએ લગ્ન દરમ્યાન ભાષણ આપીને કહ્યું કે તેમની દીકરી કોઈ સંપત્તિ નથી કે તેને ઉપહાર તરીકે સોંપી દે.

લગ્ન સમારોહમાં સામેલ થયેલા એક મહેમાને આ આખી ઘટનાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરી છે. જ્યાંથી આ કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. સમારોહમાં સામેલ થયેલી મહેમાને લખ્યું કે હું મહિલા પંડિત દ્વારા કરાવવામાં આવેલા એક લગ્નમાં સામેલ થઇ છું. અહીં નવવધુના પિતાએ ભાષણ આપીને કહ્યું કે મારી દીકરી કોઈ સંપત્તિ નથી કે હું તેણીને કોઈ વ્યક્તિને ઉપહાર તરીકે આપી દઉં.

4 ફેબ્રુઆરીએ ટ્વિટર પર અસ્મિતા ઘોષ નામની મહિલા યૂઝર દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટને અત્યાર સુધી 4 હજારથી વધુ લોકોએ લાઇક કર્યુ છે અને 942 લોકોએ અત્યાર સુધી તેને રિ-ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયામાં કોઈ યૂઝરે તસ્વીરમાં જોઈ રહેલી મહિલા પંડિતોમાંથી એકની ઓળખ નંદિની ભૌમિક તરીકે કરી છે.

થોડા દિવસ પહેલા લગ્ન દરમ્યાન થતી વિધિનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો, જેમાં નવવધુએ લગ્ન દરમ્યાન કનકાંજલિ કરવાનો ઈન્કાર કર્યો હતો. જે હેઠળ દુલ્હન હાથમાં ચોખા લઇને પોતાની પાછળ ઉછાળે છે. જેનો અર્થ થાય છે કે તેમણે બધા દેવા ઉતારી દીધા. આ પરંપરાનો ઈન્કાર કરતા નવવધુએ કહ્યું કે એક દીકરી ક્યારેય પણ માતા-પિતાનું દેવુ ઉતારી શકતી નથી અને માતા-પિતાની ઋણી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter